ધ્રાંગધ્રાના નારીયાણા ગામની સીમમાં જુગાર બે ઈસમો ઝડપાયા, નવ ફરાર - At This Time

ધ્રાંગધ્રાના નારીયાણા ગામની સીમમાં જુગાર બે ઈસમો ઝડપાયા, નવ ફરાર


પોલીસે રોકડ રૂ.10,400 તથા પાંચ મોટરસાયકલ સહિત રૂ.1,40,400 નો લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો.

સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકા પોલીસે નારીચાણા ગામની કળીયાધાર સીમ વિસ્તારમાં આવેલી વાડીની ઓરડીમાં દરોડો કરી ગંજી પત્તા વડે હાર જીતનો જુગાર રમતા બે શખ્સોને ઝડપી લીધા હતા અને નવ શખ્સો નાસી છૂટ્યા હતા જેમાં રોકડ રકમ રૂ. 10,400 પાંચ મોટરસાયકલ સહીત કુલ 1,40,400નો મુદ્દામાલ સાથે તાલુકા પોલીસે બે જુગારીયોને ઝડપી નાસી છૂટેલા નવ આરોપીઓ સહિત 11, સામે જુગારધારા મુજબનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે ઝાલાવાડ પંથકમાં પત્તા અને પાસાનું જુગાર રાજ્ય આખામાં વિખ્યાત છે ત્યારે ધ્રાંગધ્રા નાયબ પોલીસ અધિક્ષક જે ડી પુરોહિત અને તાલુકા ઇન્ચાર્જ પીઆઇ કે એચ ઝનકાત દ્વારા તાલુકા પંથકમાં જુગાર ઉપર અંકુશ રાખવા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે ધ્રાંગધ્રા તાલુકાના નારીચાણા ગામે સીમ વિસ્તારમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની બાતમી તાલુકા પોલીસ સ્ટેશનના હે.કો. ભરતભાઈ ચાવડાને મળતા ઇન્ચાર્જ પીઆઇ કે એચ ઝનકાત, અશ્વિનભાઈ, વિભાભાઈ, બીપીનભાઈ, સહિતનો સ્ટાફ નારીચાણા ગામની કળીયાધાર સીમ વિસ્તારમાં આવેલી વાડીની ઓરડીમાં દરોડો કર્યો હતો આ દરોડા દરમિયાન પોલીસને જોતા જ જુગારીમા નાસભાગ મચી ગઈ હતી છતાં પોલીસ સ્ટાફ દ્વારા આરોપી ભરત કાનજીભાઈ, અમિત સુખદેવભાઈ બે જુગારીઓને ઝડપી લીધા હતા જ્યારે ફરાર આરોપી હિતેશ મનસુખભાઈ, ગૌતમ મનસુખ, બળદેવ વનજીભાઈ, મુન્ના પોપટભાઈ, બલુ શનીભાઈ મહારાજ, બળદેવ ઈશ્વરભાઈ રહે તમામ નારિચાણા દશરથ કોળી રહે ગાજણવાવ, ધમાભાઈ કેશાભાઈ પટેલ, રહે ગાજણવાવ, કિશોર નરશીભાઈ પટેલ, રહે જસાપર સહીત નવ જેટલા શખ્સો નાશી છૂટ્યા હતા પોલીસે જુગારના પટ્ટમાંથી રોકડ 10,400 રૂપિયા તથા પાચ મોટરસાયકલ સહિત સમગ્ર મુદ્દામાલ રૂ. 1,40,400 નો મુદ્દામાલ જપ્ત કરી નવ શખ્સો નાશી છુટેલ સહિત કુલ 11 વિરૂદ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી તાલુકા પોલીસે હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.