ધ્રાંગધ્રામાં વિરેન્દ્રગઢ ગામે શ્રમિક પરિવારની બાળાને ચાંદીપુરા વાયરસની અસરથી સારવાર હેઠળ - At This Time

ધ્રાંગધ્રામાં વિરેન્દ્રગઢ ગામે શ્રમિક પરિવારની બાળાને ચાંદીપુરા વાયરસની અસરથી સારવાર હેઠળ


સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકા વિસ્તારમાં મોટા પ્રમાણમાં ખેત મજૂરો બહારથી આવીને વાડી વિસ્તારમાં મજૂરી કામ કરે છે ત્યારે તાલુકાના વિરેન્દ્રગઢ ગામે એમપીના ખેત મજૂરો પોતાના પરિવાર સાથે રહીને ખેત મજૂરી કામ કરતા હતા ત્યારે તેમની પાંચ વર્ષની બાળકીને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો જણાતા ધાંગધ્રા સરકારી દવાખાને સારવાર આપી વધુ સારવાર માટે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ અને બાળકીના સેમ્પલ લઈને મોકલવામાં આવ્યા છે સમગ્ર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે જેમાં ચાંદીપુરા વાયરસનો પ્રથમ કેસ 1965માં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના ચાંદીપુરા ગામમાં જોવા મળ્યો હોવાથી તેનું નામ ચાંદીપુરા વાયરસ પડેલ છે આ વાયરસ ફલે બોટોમાઇન નામની માખી અને એડીસ મચ્છરને કારણે ફેલાય છે આ વાયરસનું જોખમ બધાને હોય શકે પણ વિશેષ નાના બાળકોમાં તેની અસર વધુ જોવા મળે છે એ જ કારણે રાજયોમાં આને કારણે બાળકોના મોત થઇ રહ્યાં છે આજના ઇન્ફરમેશન ટેકનોલોજી અને સોશિયલ મીડિયાના યુગમાં ઝડપથી તેની માહીતી લોકો સુધી પહોચતા ડરની લાગણી પ્રસરી છે પણ ચિંતાની જરૂર નથી આ વાયરસ હાલ ગ્રામ્ય વિસ્તારોમાં વધુ પ્રસરી રહ્યાના સમાચારો મળી રહ્યા છે ચાંદીપુરા વાયરસ 14 વર્ષની નીચેના બાળકોને મોટા પ્રમાણમાં થઈ રહ્યો છે આને લઈને હાહાકાર મચી રહ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના વિરેન્દ્રગઢની સીમમાં એમપી વિસ્તારમાંથી આવી અને વાડી વિસ્તારમાં રહી મજૂરી કામ કરતા પરિવારની પાંચ વર્ષની બાળકી અસ્મિતાબેન બારીયાને તબિયત બગડતા ધાંગધ્રા સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લાવામા આવી હતા ત્યારે આ બાળકીને શંકાસ્પદ ચાંદીના વાયરસના લક્ષણો જણાયા હતા તેઓને સુરેનગર સી. યુ. શાહ હોસ્પિટલ ખાતે વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા તેના લોહીના સેમ્પલને લઈને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે આમ શંકાસ્પદ વાયરસને લઈને આરોગ્ય વિભાગમાં દોડધામ મચી ગઈ છે ત્યારે તાલુકા ઈન્ચાર્જ હેલ્થ ઓફિસર ડોક્ટર ધવલભાઈ એ જણાવ્યું કે વિરેન્દ્રગઢની સીમમાં રેતી અસ્મિતાબેન બારીયા નામની પાંચ વર્ષની બાળકીને શંકાસ્પદ ચાંદીપુરાના લક્ષણો જણાતા તેના સેમ્પલને લઈને લેબોરેટરીમા મોકલવામાં આવ્યા છે સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ જ સાચું રોગની જાણકારી મળી શકશે અને આ માટે તાલુકા હેલ્થ વિભાગ ટીમો મોકલી અને વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.