વઢવાણ તાલુકાના ફુલગ્રામ ખાતે પાણી પુરવઠા લાઈનના નવનિર્મિત સંપની મુલાકાત લેતા નાયબ મુખ્ય દંડક - At This Time

વઢવાણ તાલુકાના ફુલગ્રામ ખાતે પાણી પુરવઠા લાઈનના નવનિર્મિત સંપની મુલાકાત લેતા નાયબ મુખ્ય દંડક


૯૦ એમ.એલ.ડી.ની ક્ષમતાના ફિલ્ટર પ્લાન્ટ, ૨૦ એમ.એલ.ડી.ની ક્ષમતાના સંપ થકી સુરેન્દ્રનગર જિલ્લાનાં કુલ ૨૨૫ ગામ તથા ૦૨ શહેરની અંદાજીત ૫.૨૯ લાખને વસ્તીને લાભ મળશે.

સુરેન્દ્રનગર જિલ્લામાં વઢવાણ તાલુકાના ફુલગ્રામ ખાતે પાણી પુરવઠા લાઈનના નવનિર્મિત સંપની મુલાકાત આજરોજ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ લીધી હતી વઢવાણ, ચુડા, સાયલા, ચોટીલા અને થાન તાલુકાના ગામોને સિંચાઈ અને પીવાનું પાણી પૂરું પાડતા ધોળીધજા ડેમ આધારિત નર્મદાના પીવાના પાણીની યોજનાના મુખ્ય સ્ટોરેજ એવા આ સંપની મુલાકાત કરી પ્રગતિ હેઠળ રહેલી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું ઉલ્લેખનીય છે કે, સુરેન્દ્રનગર જીલ્લાનાં ધોળીધજા ડેમ આધારીત રીમોડેલીંગ ઓફ ફેઇઝ-ર, પાર્ટ-એ., એસ.-ર, એસ.-૩ જુથ પાણી પુરવઠા યોજના ધોળીધજા ડેમ આધારીત પેકેજ-૧ ની કામગીરી અંદાજીત રૂ. ૧૧૬.૪૧ કરોડના ખર્ચે કરવામાં આવી રહી છે તેમજ ધોળીધજા ડેમ આધારીત ફેઈઝ-૨ તથા એસ-૨ એસ-૩ (વડોદ અને ચોકડી ઝોન) જુથ પાણી પુરવઠા યોજના હેઠળ મુખ્ય પાઈપલાઈન તેમજ આનુષાંગીક ઘટકોને નવીનીકરણ કરવાની કામગીરી અંદાજીત રૂ. ૧૦૩.૪ કરોડના ખર્ચે કરવામાં આવી રહી છે ૯૦ એમ.એલ.ડી.ની ક્ષમતા ધરાવતા ફિલ્ટર પ્લાન્ટ અને ૨૦ એમ.એલ.ડી.ની ક્ષમતા ધરાવતા આ સંપ થકી સુરેન્દ્રનગર જિલ્લાનાં કુલ ૨૨૫ ગામ તથા ૦૨ શહેરની અંદાજીત ૫.૨૯ લાખને વસ્તીને લાભ મળી રહેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.