ડભોઈ - સરિતા ફાટક રેલ્વે ઓવરબ્રિજ ઉપર આર.સી.સી ધોવાતા સળિયા દેખાયાં - At This Time

ડભોઈ – સરિતા ફાટક રેલ્વે ઓવરબ્રિજ ઉપર આર.સી.સી ધોવાતા સળિયા દેખાયાં


રિપોર્ટ -નિમેષ સોની, ડભોઈ

(વડોદરા થી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતાં રાજય ધોરીમાર્ગ ઉપરનાં)

વડોદરાથી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો રાજય ધોરીમાર્ગ ઉપર ડભોઈ સરિતા ફાટક ઉપરનાં રેલ્વે ઓવરબ્રિજ ઉપર જોરદાર વરસાદ થતાની સાથે જ બ્રીજના ઉપરના ભાગનાં આરસીસીના સળિયા બહાર દેખાતાં વાહનચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને ચકચાર મચી જવા પામી છે.

7 માસમાં બે વાર રીપેરીંગ કામ છતાં પરિસ્થિતિ ?

જાણવા મળતી માહિતી મુજબ, ડભોઇ સરિતા ફાટક ઉપર આવેલ રેલ્વે બ્રિજનું 2023 માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું .પરંતુ આ બ્રિજ માત્ર સાત મહિનામાં જ બે વખત તેનું સમારકામ કરવાની તજવીજ થઈ પડી હતી. એટલે જ નહીં પરંતુ આ વખતે પ્રથમ વરસાદે જ આ બ્રિજમાં આરસીસી રોડનાં સળિયા પણ બહાર આવી ગયા હતા. જેથી આ કામમાં મોટી ગરબડ થઈ હોવાની ચર્ચાઓએ વેગ પકડયો છે.

તંત્ર ઘોર નિંદ્રામાં

વડોદરા થી સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો ડભોઇ સરિતા ફાટક પાસેનો બ્રિજ રૂપિયા 25 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો છે. પરંતુ આ બ્રિજ બન્યો ત્યારથી જ અવારનવાર વિવાદમાં આવતો રહયો છે. એટલું જ નહીં પરંતુ આ બ્રિજ ઉપર વારંવાર ઊંડા ઊંડા ખાડા પડી જવાના કે આરસીસીના સળિયા બહાર નીકળી જવાના, બ્રિજ વચ્ચેના સ્પાન છુટા પડી જવાનાં કેટલાક બનાવો બહાર આવ્યાં હતાં. પરંતુ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેમ જ લાગી રહ્યું છે. આ બ્રિજ બનાવવા માટે રેલ્વે ડિપાર્ટમેન્ટ અને માર્ગે અને બાંધકામ વિભાગ દ્વારા આ બ્રિજને બનાવવામાં આવ્યો છે. પરંતુ વહીવટી તંત્ર મોરબી જેવી હોનારતની હજુ રાહ જોઈ રહ્યુ હોય એવું લાગતું હોવાની ચર્ચાએ વેગ પકડ્યો હતો.

અનિલ કન્ટ્રક્શન દ્વારા કામગીરી

સ્થળ ઉપરથી જાણવા મળતી માહિતી મુજબ ડભોઇ રેલ્વે સરિતા ફાટક પાસે આવેલ ઓવરબ્રિજની કામગીરી અનિલ કન્સ્ટ્રક્શન દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ આ કામગીરીમાં ક્યાંક ને ક્યાંક ગુણવત્તાનો અભાવ જોવા મળી રહ્યો હોય તે વી ચર્ચાએ વેગ પકડયો છે.વારંવાર આ બ્રિજ ઉપર જ આવા બનાવો બનતા હોય છે. એટલું જ નહીં આ બ્રિજ ડભોઇ અને વડોદરાને જોડતો આ મુખ્ય માર્ગ છે આ માર્ગ દ્વારા વડોદરા થી સ્ટેચ્યુ ઓફ યુનિટી જવા માટે આ બ્રિજનો ઉપયોગ કરવો જ પડે છે પરંતુ આ કન્ટ્રક્શન કંપની દ્વારા કરવામાં આવેલ કામગીરીમાં ક્યાંક ને ક્યાંક ઉણપ હોવાના કારણે વારંવાર આ બ્રિજ ઉપર ખાડા પડી જતા હોય છે. સમગ્ર ઘટના બાબતે પણ કન્ટ્રક્શન કંપનીના અનિલભાઈએ મીડિયા સમક્ષ વાત કરવાનું પણ કે નિવેદન આપવાનું ટાળી દીધું હતું. પ્રથમ દ્રષ્ટિએ પોતાની કામગીરીમાં ક્યાંક ને ક્યાંક અભાવ હોય તેવું બતાવતું હોવાની ચર્ચા ચાલી રહી છે. એટલું જ નહીં આ સમગ્ર ઘટના બાબતે રેલ્વે અધિકારીનો પણ સંપર્ક સાધવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ તેઓનો સંપર્ક થઈ શક્યો ન હતો.

ફેબ્રુઆરી માં પણ આ બ્રિજ વિવાદમાં

ફેબ્રુઆરી 2024 માં રાત્રિના સમય દરમિયાન એક eicher ટેમ્પો આ બ્રિજના ઉપર ટેકનિકલ ખામીને કારણે ફસાઈ ગયો હતો અને બ્રિજ પણ ડેમેજ થવો હતો. જેથી સફાળા જાગેલા તંત્ર દ્વારા રાતોરાત બ્રિજ ઉપર રીપેરિંગની કામગીરી હાથ ધરાઈ હતી. બ્રિજના 2 સ્પાન વચ્ચે મોટી તિરાડ પડી ગઈ હતી. આ તિરાડમાં એક આઈશર ટેમ્પો ફસાઈ ગયો હતો. આ ઘટનાથી સમગ્ર ડભોઈમાં ચકચાર મચી ગઈ હતી. તેમજ તંત્રની કામગીરી ઉપર સવાલ પણ ઉઠ્યા હતા.

શું પ્રજાના કરવેરાનાં કરોડો રુપિયા પાણીમાં..

પ્રજાની સુખાકારી માટે સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર કરોડો રૂપિયાનો ખર્ચે કરે છે. તંત્રના અધિકારીઓની નિષ્કાળજી અને બેદરકારીને લીધે સરકારના આ કરોડો રુપિયા પાણીમાં જાય છે તેવી લોક ચર્ચાઓ છે કે, આ ઓવરબ્રિજના કોન્ટ્રાક્ટરે વધુ નફો મેળવવાની લાલચે મટિરિયલની ગુણવત્તામાં ગોલમાલ કરી હોવાની પણ વાતો ઉડી રહી છે. અગાઉ આ બ્રિજના 2 સ્પાન વચ્ચે ગત રાત્રે એક આઈશર ટેમ્પો ફસાઈ ગયો હતો. થોડીકવારમાં તો લોકોના ટોળે ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા હતા. તાત્કાલિક માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓ દોડતા થયાં હતાં. બ્રિજ ઉપર થાગડ થીંગડ ની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી. આ કામગીરીને પરિણામે બ્રિજ કેટલાક દિવસો માટે બંધ કરવાની પણ તંત્રને ફરજ પડી હતી. ગમે તે હોય પણ આવા વહિવટથી છેવટે તો સરકારનું જ નીચા જોણું થાય છે.


9428428127
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.