પૂર્વ રાષ્ટ્રપતી યુવાઓના પ્રેરણા સ્ત્રોત મિસાઈલ મેન ડો. એ.પી.જે અબ્દુલ કલામનો આજે પુણ્યતિથિ
મિસાઈલ મેન ડો. એ.પી.જે અબ્દુલ કલામનો આજે પુણ્યતિથિ
લેખન પ્રો ડૉ સચિન જે પીઠડીયા
G.E.S Class 2
સરકારી વિનયન કોલેજ ભેંસાણ
દેશના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મિસાઈલ મેન તરીકે જાણીતા ડો. એ.પી.જે અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર, 1931ના રોજ તમિલનાડુના રામેશ્વરમ ખાતે થયો હતો. ડો. એ.પી.જે અબ્દુલ કલામનું પૂરું નામ ‘અબુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ’ હતું.
અબ્દુલ કલામ તેમના પાંચ ભાઈ બહેનો ના પરિવાર માં સૌથી નાના હતા.ઘર ની આર્થિક પરિસ્થિતિ સારી ના હોવા થી તેઓએ નાનપણ માં સમાચારપત્ર વહેચવાનું કામ પણ કર્યું હતું.
મિસાઈલ ટેક્નોલોજીના ક્ષેત્રમાં અભૂતપૂર્વ યોગદાનને કારણે તેઓ ‘મિસાઈલ મેન’ તરીકે જાણીતા હતા. ETITIVE EX તેમણે ભારતના 11મા રાષ્ટ્રપતિ તરીકે વર્ષ 2002 થી 2007 સુધી સેવા આપી હતી.૮ તેમનું જ્ઞાન, કુશળતા અને વ્યક્તિત્વને કારણે તેમને 40 યુનિવર્સિટીઓમાંથી માનદ ડોક્ટરોની પદવી પણ એનાયત કરવામાં આવી છે. રાષ્ટ્ર નિર્માણ માટેના તેમના પ્રયત્નો બદલ તેમને ભારત રત્ન (1997), પદ્મ ભૂષણ
(1981) અને પદ્મ વિભૂષણ (1990)થી પણ નવાજવામાં આવ્યા છે. દર વર્ષે 15 ઓક્ટોબરે તેમની જન્મજયંતિ નિમિત્તે ‘વિશ્વ વિદ્યાર્થી દિવસ'ની ઉજવણી
કરવામાં આવે છે.
એ.પી.જે. અબ્દુલ કલામ ના શ્રેષ્ઠ સુવિચારો
એ.પી.જે. અબ્દુલ કલામ ના સુવિચારો દ્વારા દરેક વ્યક્તિ ને ગમે તેવી પરિસ્થિતિમાં હકારાત્મક ઉર્જા મળે છે.
સપના એ નથી જે તમે ઉંઘ માં જોવો છો, સપના એ છે જે તમને ઉંઘવા જ ના દે.
મહાન સપના જોવા વાળા ના મહાન સપના હમેંશા પુરા થાય છે.
રાહ જોવા વાળા ને એટલું જ મળે છે જેટલું મહેનત કરવા વાળા છોડી દેતા હોય છે.
કોઈને હરાવવું બહુ જ સરળ છે, પરંતુ કોઈને જીતવું તેટલું જ અઘરું છે.
અનેક મુશ્કેલીઓ બાદ પ્રાપ્ત કરેલી સફળતા જ સાચો આનંદ આપતી હોય છે.
નિષ્ફળતા મને ક્યારેય પછાડી નથી શકતી કારણ કે મારી સફળતા ની પરિભાષા ખૂબ જ મજબૂત છે.
દરેક ના જીવન માં દુઃખ આવતા હોય છે બસ આ દુઃખ માં જ બધા ના ધૈર્ય ની પરીક્ષા થાય છે.
શિખર ઉપર પહોંચવા માટે તાકાત જોઈએ ભલે પછી તે માઉન્ટ એવરેસ્ટ નું શિખર હોય અથવા અન્ય કોઈ લક્ષ્ય નું શિખર.
આવો આપણે આપણા આજ ના દિવસ નો બલિદાન કરીએ જેથી આપણા બાળકો નું ભવિષ્ય આજ વધુ શ્રેષ્ઠ બનાવી શકીએ.
જે દિવસે આપની સહી આપના હસ્તાક્ષર બની જાય તો સમજી જવું કે તમે સફળ થઈ ગયા છો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.