સુઈગામ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને 8000ની લાંચ લેતાં ACB એ રંગે હાથે ઝડપી લીધો.
સુઈગામ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદીના વેવાઈ પર અરજી થયેલ જે અરજીની તપાસ સુઈગામ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ તલોજકુમાર વેણ કરી રહેલ હોઈ જે અરજીમાં સમાધાન કરાવી નિકાલ કરાવવા સારૂ અવેજ પેટે રૂ. ૮,૦૦૦/- ની ગેરકાયદેસર લાંચની માંગણી કરેલ,જે લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય ફરિયાદીએ એ.સી.બી.નો સંપર્ક કરી ફરીયાદ આપતા, એ.સી.બીએ તા.૨૬.૦૭.૨૦૨૪ના લાંચનું છટકુ ગોઠવેલ જે લાંચના છટકા દરમ્યાન આ કામના આરોપી હેડ કોન્સ્ટેબલ તલોજકુમાર વિહાભાઈ વેણએ બેણપ ગામે જઈ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી, લાંચના નાણાં સ્વીકારીતી વખતે, એ.સી.બી દ્વારા સ્થળ ઉપર પકડાઇ જતાં આક્ષેપિતને એ.સી.બી.એ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
*ટ્રેપિંગ અધિકારી* :
શ્રી એન. એ. ચૌધરી,
પોલીસ ઇન્સ્પેકટર,
બનાસકાંઠા એ.સી.બી. પો.સ્ટે., પાલનપુર.
*સુપરવિઝન અધિકારી* :
શ્રી કે. એચ. ગોહિલ,
મદદનિશ નિયામક,
બોર્ડર એ.સી.બી. એકમ, ભુજ.
રિપોર્ટ-:જીતેન્દ્રસિંહ ઝાલા-સુઈગામ
૯૯૦૪૦૨૩૮૬૨
9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.