રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લાના ઉત્તમ ડાભીને ક્લબ ફૂટથી અપાઇ મુકિત એક પણ રૂપિયાના ખર્ચ વગર મારા દીકરાની તમામ સારવાર કરવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આભારી છીએ હિતેશભાઈ ડાભી - At This Time

રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લાના ઉત્તમ ડાભીને ક્લબ ફૂટથી અપાઇ મુકિત એક પણ રૂપિયાના ખર્ચ વગર મારા દીકરાની તમામ સારવાર કરવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આભારી છીએ હિતેશભાઈ ડાભી


રાજકોટના ઉત્તમની સર્વોત્તમ બનવા તરફ પા..પા.. પગલી
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત રાજકોટ જિલ્લાના ઉત્તમ ડાભીને ક્લબ ફૂટથી અપાઇ મુકિત
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
એક પણ રૂપિયાના ખર્ચ વગર મારા દીકરાની તમામ સારવાર કરવા બદલ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આભારી છીએ - હિતેશભાઈ ડાભી
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
૦૦૦૦૦૦- આલેખન: ડો. દિવ્યા ત્રિવેદી-૦૦૦૦૦૦
*"પા પા પગલી ભરી રમતુ બાળ,*
*પડીને ઊભુ થતું બાળ…*
*કાલા ઘેલા બોલ બોલતું,*
*મા ને સમજાવતુ બાળ"*
દરેક પરિવારમાં તેનું બાળક એ પરિવારનો શ્વાસ હોય છે.તેની નાની નાની પગલીમાં ઘરની રોનક જોડાયેલી હોય છે પરંતુ આ પગલીઓની ધમાલને બદલે બાળક સૂનમૂન બેસી રહે તો??? માનવ જીવનમાં દરેક અંગનું આગવું મહત્વ છે, ત્યારે જો કોઈ પણ અંગ ખામીયુક્ત હોય તો સામાન્ય જીવન ન જીવી શકવાના કારણે વ્યક્તિને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. બાળકોમાં અમુક જન્મજાત ખામીઓ જોવા મળતી હોય છે, જેનો સમયસર ઇલાજ કરાવી તે ખામીને નિવારી શકાય છે. આવી જ ખામી ક્લબ ફૂટ (વાંકો પગ)મા સમયસર સારવાર આપી રાજકોટ જિલ્લાના જેતપુરના દોઢ વર્ષના"ઉત્તમ"ને આ ખામીથી મુક્ત કરી તેના જીવનને સર્વોત્તમ બનાવવામાં રાજય સરકાર મદદરૂપ બની છે.
રાજકોટ જિલ્લાના જેતપુરમાં રહેતા હિતેશભાઈ ડાભીના દીકરા ઉત્તમનો જન્મ જેતપુરના શિવમ મેટરનીટી હોમમાં થયો હતો. જન્મ સાથે જ હોસ્પિટલ ખાતે રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ જેતપુરની ટીમ દ્વારા બાળકના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન તેમને બાળકના બંને પગમાં ક્લબ ફૂટની સમસ્યા વિશે નિદાન મળ્યું હતું. બાળકની આ તકલીફ વિશે આર.બી.એસ.કે.ની ટીમ દ્વારા તેના માતા પિતાને જાણ કરાતાં તેઓ પર તો જાણે મુસીબત તૂટી પડી હોય, તેવો ભાસ થયો હતો. પરંતુ મક્કમ મને હિતેશભાઈએ શ્રમજીવી હોવા છતાં પોતાના બાળકને સારામાં સારી સારવાર અપાવવા માટે આગળ વધવાનું નક્કી કર્યું હતું. આર.બી.એસ.કે. ટીમે આવી તકલીફનું નિદાન અને સારવાર આર.બી.એસ.કે. કાર્યક્રમ અંતર્ગત નિ:શુલ્ક કરવામાં આવે છે તેમ હિતેશભાઈને જણાવતા તેમને ખૂબ રાહત થઈ હતી. ઉત્તમને તા. ૧૦/૦૨/૨૦૨૩ના રોજ રાજકોટ ખાતે આગળની સારવાર માટે મોકલવામાં આવ્યો હતો.

તા. ૦૭/૦૩/૨૦૨૩ ના રોજ ઉત્તમના પગની ટાઈનોટોમી સર્જરી કરી તેને ક્લબ ફુટની તકલીફથી મુક્ત કરવામાં આવ્યો હતો. પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટ દ્વારા ઉત્તમને સર્જરી અને માત્ર એક અઠવાડિયા દરમિયાનમાં છ પ્લાસ્ટર સહિતની સારવાર આપી સંપૂર્ણ સામાન્ય જીવન માટે સહાય કરવામાં આવી હતી. આજે ઉત્તમની પા..પા..પગલી તેના જીવનને સર્વોત્તમ બનાવવા તરફ આગળ વધી રહી છે. ત્યારે હિતેશભાઈ ડાભી કહે છે કે, "મારા દીકરા માટે સરકાર અને તમામ અધિકારીઓએ સામે ચાલી સહાય કરી છે. આ યોજના હેઠળ એક પણ રૂપિયાના ખર્ચ વગર મારા દિકરાની તમામ સારવાર કરી એ માટે અમે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના આભારી છીએ."
અત્રે ઉલ્લેખનીય છે કે, ક્લબ ફૂટની સારવાર માટે શાળા આરોગ્ય-રાષ્ટ્રિય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ આર.બી.એસ.કે.ની ટીમ દ્વારા બાળકનું સ્ક્રિનિંગ કરવામાં આવે છે તથા ડિસ્ટ્રિક્ટ અર્લી ઇન્ટરવેન્શન સેન્ટર પી.ડી.યુ. હોસ્પિટલ રાજકોટ ખાતે ક્લબફૂટના બાળકોને રીફર કરવામાં આવે છે. જયાં આ કાર્યક્રમ હેઠળ બાળકોને વિનામૂલ્યે સારવાર આપવામાં આવે છે. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દર સોમવાર, બુધવાર અને શુક્રવાર ક્લબફૂટના બાળકોને સારવાર આપવામાં આવે છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.