સામતપર પ્રાથમિક શાળા માં બાળકો દ્વારા વૃક્ષારોપણ કરાયું. - At This Time

સામતપર પ્રાથમિક શાળા માં બાળકો દ્વારા વૃક્ષારોપણ કરાયું.


સાયલા ના સામતપર પ્રાથમિક શાળામાં "છોડમાં રણછોડ છે"-એ મૂલ્ય બાળકોમાં પ્રસ્થાપિત થાય તે માટે શાળાના નાના નાના બાળકોના નાના નાના હાથથી વૃક્ષ વવાય, વૃક્ષનું જતન થાય.. વૃક્ષનો ઉછેર થાય એ માટે શાળાના 300 બાળકોને એક એક વૃક્ષનું રૂપો આપી વૃક્ષારોપણ કરવા માટે પ્રોત્સાહિત અને પ્રેરિત કરવામાં આવ્યા હતા... દર વર્ષે શાળા દ્વારા આ નવતર પ્રયોગથી છેલ્લા સાત વર્ષમાં આ નાના નાના બાળકોથી લગભગ 1000 જેટલા વૃક્ષોનું વાવેતર અને ઉછેર કરવામાં આવ્યો છે... આજનું આ બાળક પ્રકૃતિ પ્રત્યે ખેંચાય અને પ્રકૃતિ પ્રત્યે હકારાત્મક અભિગમ કેળવે એવા ભાવથી શાળામાં અવારનવાર આવી બધી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે... શિક્ષણની સાથે સાથે મૂલ્ય શિક્ષણને પણ ખૂબ જ રસ પૂર્વક અને અસરકારક રીતે આપવાનો સંકલ્પ સામતપર પ્રાથમિક શાળાના તમામ શિક્ષકોના હૃદયમાં ખૂબ જ ગાઢ રીતે બંધાઈ ગયો છે... પ્રકૃતિના નિર્માણમાં,પ્રકૃતિના વિકાસમાં, પ્રકૃતિની જાળવણીમાં આજનું બાળક આકર્ષિત થશે તો જ આવનારું ભવિષ્ય પ્રાકૃતિક રીતે સલામત રહેશે... પ્રકૃતિ દેવો ભવ

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.