દહેગામ ના મંદિરો તોડતા અટકાવવા માટે દહેગામ આમ આદમી પાર્ટી આવી મેદાને
દહેગામની સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે મંદિર ઉભા કરનાર સામે સરકારી તંત્ર દ્વારા નોટિસો આપી મંદિર તોડવાની જાહેરાત કરતા જ દહેગામવાસીઓ તથા ભાવિભક્તોમાં વહીવટી તંત્ર પર રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આજે દહેગામ આમ આદમી પાર્ટી દ્વારા આજે દહેગામ મામલતદારને આવેદન પત્ર આપી મંદિરો તોડતા અટકાવવા માટે અરજી કરી હતી તથા ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૂંટણી સમયે હિન્દુત્વની વાતો કરનાર ભાજપ આજે ચૂંટણી જીતી જતા જ હિન્દૂ મંદિરો પર તવાઈ કરી રહી હોવાની આમ આદમી પાર્ટી દ્વારા આરોપ લગાવ્યો હતો. આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર દહેગામ આપ ટીમ સાથે દહેગામ ના મંદિર તૂટતાં અટકાવવા મામલતદાર ને આવેદનપત્ર આપવા હાજર રહ્યા હતા જેમાં જો સરકારી તંત્ર જો આ બાબતે યોગ્ય નિર્ણય નહિ લે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.આ આવેદનપત્ર આપવા આમ આદમી પાર્ટી ના તાલુકા પ્રમુખ વિજેન્દ્રસિંહ મકવાણા તેમજ જિલ્લા પ્રમુખ ઘનશ્યામસિંહ ઝાલા સાથે દહેગામ આમઆદમી પાર્ટી ના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
દહેગામ માં 11 મંદિર તોડવાની નોટીસો આપવામાં આવીછે એમાં આ બધા મંદિર છે
1. ઔડા ગાર્ડન પાસે રામદેવજી મંદિર,
2. અંબાજી મંદિર સ્ટેશન રોડ,
3. વારાહી માતા નુ મંદિર ,
4. સોમનાથ મહાદેવ બારોટવાડા
5 .વલિકી સમાજ નું રામદેવજી નું
મંદિર.
6. હનુમાનજી મંદિર જી ઇ ડી સી માં
7. જોગણી માતમંદિર રેલવે સ્ટેશન
8. અંબાજી મંદિર રેલવે સ્ટેશન સામે
9. હનુમાનજી મંદિર નહેરુ ચોકડી
10. જોગણી માતા મંદિર વડ પાસે
11. હનુમાનજી મંદિર પરીખ ની
ચાલી
રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.