તુરખા હેઠળ આવતા તમામ ગામોમાં ચાંદીપુરા રોગ અંગે સર્વેની કામગીરી કરવામાં આવેલ સાથે સાથે સેન્ડફ્લાય અટકાયતી પગલાના ભાગરૂપે મેલેથ્યોન પાવડરનો છંટકાવ કરાવવામાં આવેલ
( હર્ષદ ચૌહાણ દ્વારા)
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તુરખા હેઠળ આવતા તમામ ગામોમાં ચાંદીપુરા રોગ અંગે સર્વેની કામગીરી કરવામાં આવેલ સાથે સાથે સેન્ડફ્લાય અટકાયતી પગલાના ભાગરૂપે મેલેથ્યોન પાવડરનો છંટકાવ કરાવવામાં આવેલ, તેમજ પ્રાથમિક શાળા, માધ્યમિક શાળામાં, છાત્રાલયમાં ચાંદીપુરા રોગ અને તેના અટકાયતી પગલાઓ, ડેન્ગ્યુ વિરોધી માસ, તેમજ હિપેટાઇટિસ દિવસ અંગેની માહિતી RBSK ડૉ.હિતેશ માતરિયા, MPHS જયેશ ચૌહાણ દ્વારા ડો.આશિષ વેદાણી અને ડો.રાધેશનાં માર્ગદર્શનમાં આપવામાં આવેલ.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.