મેયરનો લોકદરબાર અને તેમના જ વોર્ડમાં સૌથી વધુ ફરિયાદ! - At This Time

મેયરનો લોકદરબાર અને તેમના જ વોર્ડમાં સૌથી વધુ ફરિયાદ!


રાજકોટ મહાનગરપાલિકાએ દરરોજ એક વોર્ડમાં મેયરના લોકદરબારનું આયોજન કરીને લોકોની ફરિયાદો સીધી સાંભળવાનું નક્કી કર્યું છે. આ તબક્કામાં વોર્ડ નં.4 કે જે મેયરનો પોતાનો વોર્ડ છે તેમાં લોકદરબાર કરાતા તેમાંથી અત્યાર સુધીની સૌથી વધુ 92 ફરિયાદ સામે આવી છે.

લોકદરબારમાં સ્ટ્રીટલાઈટ નાખવા, સફાઈ, ટ્રાફિક સિગ્નલ, હોકર્સ ઝોનમાં ગંદકી, મોરબી રોડ પર સર્કલ, વરસાદી પાણી નિકાલ જેવી ફરિયાદો ઉપરાંત સૌથી વધુ 28 ફરિયાદ રોડ-રસ્તાને લઈને આવી છે. આ ઉપરાંત વિસ્તારના રહેવાસીઓએ જણાવ્યું હતું કે, પાણીની લાઈનમાં પણ ઘણી અનિયમિતતા હોય છે એક વખત કનેક્શન આપી દીધા બાદ તેમાં રિપેરિંગ કરવા કે જોવાવાળુ કોઇ આવતું જ નથી. આ કારણે ઘણા વિસ્તારોમાં પીવાના પાણીમાં ગટરનું પાણી ભળી ગયું હોય તેવું ગંદું આવી ગયું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.