રાજકોટમાં વધુ એક ચાંદીપુરા પોઝિટિવ, બે નવા શંકાસ્પદ દાખલ - At This Time

રાજકોટમાં વધુ એક ચાંદીપુરા પોઝિટિવ, બે નવા શંકાસ્પદ દાખલ


રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ વિસ્તારોમાંથી ચાંદીપુરાના શંકાસ્પદ કેસ આવી રહ્યા છે. આ પૈકી ગુરુવારે વધુ બે નવા શંકાસ્પદ કેસ આવ્યા છે જ્યારે અગાઉથી દાખલ થયેલા દર્દીનો રિપોર્ટ પોઝિટિવ પણ આવ્યો છે. સિવિલ હોસ્પિટલના જણાવ્યા અનુસાર મોટામવા વિસ્તારમાંથી એક 11 વર્ષની બાળકીને દાખલ કરાઈ છે. આ પરિવાર એક મહિના પહેલાં જ દાહોદથી રાજકોટ શહેર આવ્યો છે. આ ઉપરાંત જેતપુરના 11 વર્ષના બાળકને બપોર બાદ સારવાર માટે સિવિલમાં રીફર કરાયો છે તેની વધુ તપાસ ચાલી રહી છે. આ દરમિયાન સિવિલ હોસ્પિટલે જે સેમ્પલ મોકલ્યા હતા તે પૈકી એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ દર્દી પડધરી તાલુકાની 7 વર્ષની બાળકી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.