રાજકોટમાં જાહેરમાં ખુલ્લા વાયરથી વીજશોક લાગતા યુવતીનું મોત, લાઇટ વિભાગે એસ્ટેટ શાખાને રિપોર્ટ મોકલ્યો - At This Time

રાજકોટમાં જાહેરમાં ખુલ્લા વાયરથી વીજશોક લાગતા યુવતીનું મોત, લાઇટ વિભાગે એસ્ટેટ શાખાને રિપોર્ટ મોકલ્યો


રાજકોટના સત્યસાઈ રોડ ઉપર એક સપ્તાહ પૂર્વે વાહન લઈને ઘરે જવા નીકળેલી યુવતીને રસ્તામાં ખુલ્લા પડેલા વાયરને કારણે વીજશોક લાગતા તેનું મોત નીપજ્યું હતું. આ મામલે મહાનગરપાલિકાની લાઈટ વિભાગ અને એસ્ટેટ વિભાગ વચ્ચે અત્યાર સુધી જવાબાદરી એકબીજા ઉપર ઢોળવામાં આવી રહી છે. અને કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. જોકે, હવે લાઇટ વિભાગે પોતાની તપાસનો રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં યુવતીના મોત માટે એજન્સી જવાબદાર હોવાનું જણાવ્યું છે. આ રિપોર્ટ હાલ એસ્ટેટ વિભાગને સોંપવામાં આવ્યો છે. અને ટૂંક સમયમાં એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.