ઓસ્ટ્રેલિયામાં 55 વર્ષ બાદ જહાજનો કાટમાળ મળ્યો:વાવાઝોડામાં ડૂબ્યું હતું, 12 કલાક સુધી લાકડીના સહારે જીવતા રહ્યા, અંતે 21 લોકોએ જીવતા જળ સમાધી લીધી - At This Time

ઓસ્ટ્રેલિયામાં 55 વર્ષ બાદ જહાજનો કાટમાળ મળ્યો:વાવાઝોડામાં ડૂબ્યું હતું, 12 કલાક સુધી લાકડીના સહારે જીવતા રહ્યા, અંતે 21 લોકોએ જીવતા જળ સમાધી લીધી


ઓસ્ટ્રેલિયાએ 55 વર્ષ બાદ 21 લોકોના જીવ લેનાર એમવી નૂંગા જહાજ શોધી કાઢ્યું છે. બીબીસી અનુસાર, આ જહાજ 23 ઓગસ્ટ 1969ના રોજ ન્યૂ સાઉથ વેલ્સથી ટાઉન્સવિલે જવા રવાના થયું હતું. તેને લગભગ 1300 કિમીનું અંતર કાપવાનું હતું. જહાજમાં 52 લોકો સવાર હતા, જે સ્ટીલથી ભરેલા કન્ટેનર લઈને જઈ રહ્યા હતા. 25 ઓગસ્ટ સુધીમાં તે ખતરનાક તોફાનનો સામનો કરતી વખતે 315 કિલોમીટરનું અંતર કાપ્યું હતું. તેની ઝડપ 110 કિલોમીટર પ્રતિ કલાકથી વધુ હતી, જેને જહાજ સંભાળી ન શક્યું અને તે ડૂબી ગયું. ઓસ્ટ્રેલિયન સૈન્યએ જહાજ ડૂબી ગયા પછી ઇતિહાસમાં સૌથી મોટી દરિયાઈ શોધ હાથ ધરી હતી. સેના એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને જહાજો સાથે એમવી નૂંગાહની શોધ માટે નીકળી હતી. થોડા જ કલાકોમાં જહાજ મળી આવ્યું અને 5 ક્રૂ મેમ્બર સહિત 26 લોકોને બચાવી લેવાયા. આ જહાજ હજુ પણ લોકો માટે એક રહસ્ય
જહાજ ડૂબી ગયાના 12 કલાક પછી પણ ઓસ્ટ્રેલિયન આર્મીને લાકડા પર તરતા લોકો જોવા મળ્યા હતા. ત્યારથી આ જહાજ લોકો માટે એક રહસ્ય બની રહ્યું છે. ગયા મહિને, કોમનવેલ્થ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન (CSIRO) ના વૈજ્ઞાનિકોએ જહાજને શોધવા માટે શોધ શરૂ કરી હતી. આ માટે હાઇટેક શિપને લોકેશન પર મોકલવામાં આવ્યું હતું. જહાજનો કાટમાળ જમીનથી 170 મીટર નીચે મળ્યો
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, તેમને જમીનની સપાટીથી 170 મીટર નીચે જહાજનો કાટમાળ મળ્યો છે. આ જહાજની ડિઝાઇન અને આકાર એમવી નૂંગા જહાજ સાથે મેળ ખાય છે. જે મોટાભાગે અકબંધ છે. હવે સિડની પ્રોજેક્ટ હેઠળ જહાજની તપાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ હેઠળ જહાજ ડૂબી જવાના ચોક્કસ કારણો જાણવામાં આવશે. CSIROએ કહ્યું કે, આજે પણ એ દુર્ઘટનાની યાદ લોકોમાં તાજી છે. અમે આશા રાખીએ છીએ કે જહાજની શોધથી તે લોકોને રાહત મળશે જેમણે તેમના પ્રિયજનોને ગુમાવ્યા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.