ગ્રાહકો ની સલામતી મારી ડ્યુટી માં નથી. દામનગર એસ બી આઈ બેંક ના મુદ્રાલેખ થી વિપરીત વર્તન અંગે નારાજ ગ્રાહક નો રિજિયોનલ ને પત્ર
ગ્રાહકો ની સલામતી મારી ડ્યુટી માં નથી.
દામનગર એસ બી આઈ બેંક ના મુદ્રાલેખ થી વિપરીત વર્તન અંગે નારાજ ગ્રાહક નો રિજિયોનલ ને પત્ર
દામનગર એસ બી આઈ બેંક ના મુદ્રાલેખ થી વિપરીત વર્તન અંગે ગ્રાહક નારાજ નો રિજિયોનલ ને પત્ર રિજિયોનલ મેનેજરે સી સી ટીવી ફૂટેજ જોઈ યોગ્ય ન્યાય કરવો જોઈ એ માનનીય સાહેબશ્રી, જય ભારત સાથ જણાવવાનું કે આજરોજ હું મારા ૭૮ વર્ષના માતુશ્રી ને આપના કે.વાય.સી. કરાવવાના પત્રના અનુસંધાને આપણી શાખામાં આવેલ હતો....અમો પરત ફરી રહ્યા હતા ત્યારે સાકંડી ડેલીમાં એક ગાય ઉભેલી જેનાથી કોઈપણ ગ્રાહક અંદર પ્રવેશી શકે કે બહાર નીકળી શકે એમ ન હોય તેને દુર કરવા મે પ્રયત્ન કર્યો પરંતુ તે મારા પ્રયત્નથી તે ગાય દુર ન થતા મે આપણા ચોકીદાર શ્રી વિમલભાઇ પરમાર ને આ ગાય હટાવવાનું અને રસ્તો ખુલ્લો કરવામાં મદદ કરવાનું કહેતા તેમણે મારી ડ્યુટી માં આવતું નથી એવું જણાવ્યું...અમારો આ સંવાદ આપણા ચીફ એકાઉન્ટન્ટ માનનીય શ્રી ગીરીરાજસીંહ ઝાલા નામના અધિકારી શ્રી પણ સાંભળી રહ્યા હતા અને તેઓએ પણ ચોકીદાર શ્રીની વાત ને અનુમોદન આપ્યું ઉપરાંત અમે બેંકની બહાર નીકળ્યા ત્યારે ત્યાં પાછળ આવી જાહેરમાં પોતાના નામ સહ થાય તે કરી લેવાની ધમકી આપેલ....આપણી બેંકના મુદ્રાલેખ મુજબ આપના ગ્રાહકો આપના ભગવાન છે એવું લખો છો... તો ભગવાન ન માનો તો કાંઈ નહીં માણસાઈ ના ધોરણે પણ કોઈ ને મદદ કરવાને બદલે તેમની સાથે ગેરવર્તણૂક કરવી યોગ્ય છે ?આ સમગ્ર ધટના આપના કેમેરામાં રેકોર્ડ થયેલી જે જોવા માત્રથી આપને સમગ્ર ધટના નો ક્યાસ આવી જશે...આ બાબત ઉપર આપ યોગ્ય નિર્ણય લેશો જેથી ભવિષ્યમાં કોઈ પણ ગ્રાહકો સાથે ગેરવર્તણૂક ન થાય અપેક્ષા સહ..આ ધટનાની રજુઆત કરવા આપની રજા શિવાય આપની ચેમ્બરમાં આવી આપને ખલેલ પહોંચાડવા બદલ આપની ક્ષમા ઈચ્છુ છું..તુષારભાઈ પાઠક.જ્યોતીબેન પાઠક
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.