મોરબીના રફાળેશ્વરમાં માથાભારે શખ્સોએ અડધી રાત્રે દલિત પરિવાર પર કર્યો જીવલેણ હુમલો,રિવોલ્વર અણીએ ધમકી આપી - At This Time

મોરબીના રફાળેશ્વરમાં માથાભારે શખ્સોએ અડધી રાત્રે દલિત પરિવાર પર કર્યો જીવલેણ હુમલો,રિવોલ્વર અણીએ ધમકી આપી


મોરબી તાલુકાના રફાળેશ્વર ગામમાં રહેતા મીનાબેન ગીરધરભાઈ વાઘેલા નામની પરણીતા એન તેનો પરિવારે ગત તા 23ના રાત્રે સુતા હતા તે દરમિયાન સંજયભાઇ ગઢવી,ભાવેશ ઉર્ફે કાલી કિશોરભાઇ સુમેસરા, રાજેશ કિશોરભાઈ સુમેસરા, ભુરો કિશોરભાઈ સુમેસરા, અજય જગદીશભાઇ ચૌહાણ, પીન્ટુ પરમાર, દીપો ગઢવી અજાણ્યા માણસો એક લાલ કલર ની કાર તેમજ કાળા કલરની બોલેરો કારમાં છરી ધોકા પાઈપ અને ધારિયા જેવા હથીયાર સાથે ત્યાં ધસી આવ્યા હતા અને મીનાબેનના પુત્ર પારસ ઉર્ફે સુલતાન ગીરધરભાઈ વાઘેલાને કારના રીપેરીંગ મુદે થયેલ ઝઘડાનો ખાર રાખી જીવલેણ હુમલો કરી દીધો હતો અને જીવલેણ હથીયારો ધારણ કરી બેફામ ગાળો બોલવા લાગ્યા ગયા હતા તેમજ ભાવેશ ઉર્ફે કાલીએ મીનાબેનની છેડતી કરી હતી તેમજ તેમના જમણા પગના ઢીચણ પાસે છરી મારી તથા ડાબા હાથાના બાવળે ઇજા પહોચાડી હતી આ ઉપરાંત મનહરભાઇને પણ એક આરોપીએ પીઠના ભાગે તથા ડાબા હાથના બાવળે છરી મારી ઇજા પહોચાડી હતી આ ઉપરાંત મીનાબેનના પતિ ગીરધરભાઈને સંજય ગઢવીએ રીવોલ્વર જેવુ હથીયાર બતાવી જાતી પ્રત્યે અપમાનીત કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી તેમજ તેમને જાનથી મારી નાખવાના ઇરાદે

ગાડી માથે ચડાવાનો પ્રયત્ન કર્યો આ દરમિયાન ,મીનાબેનની દીકરી રાધાબેન બચાવવા વચ્ચે પડતા આરોપીએ તેને માથામાં ઇજા પહોચાડી હતી તેમજ તેની એકટીવા મો.સા. રજી. નં.GJ-36-AE-1699 ને નુકશાન કરી ફરાર થઇ ગયા હતાબનાવને કારણે આખો પરિવાર ભયભીત થઇ ગયો હતો તેમજ વાતાવરણ પણ અશાંત થઈ ગયું હતું ઘટના બાદ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે પ્રથમ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ BNS ની કલમ-૧૦૯, ૧૮૯(૨), ૧૯૦, ૧૯૧(૧), ૧૧૫(૧), ૧૧૮(૧),૭૪, ૩૫૨, ૩૫૧(૧)(૨), ૩૨૪(૪), તથા એટ્રોસીટી એકટની કલમ-૩(૧)(આર) (એસ), ૩(૨)(૫-એ) તથા આમ્સ એકટ ૨૫(૧-બી)(એ), ૨૭(૧) તથા GP ACT કલમ-૧૩૫ મુજબ ગુન્હો નોધી તપાસ હાથ ધરી હતી


9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.