'જમ્મુ-કાશ્મીર અને મણિપુર ન જાઓ':અમેરિકાએ જાહેર કરી તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી, કહ્યું- અહીં તમારા જીવને ખતરો હોઈ શકે - At This Time

‘જમ્મુ-કાશ્મીર અને મણિપુર ન જાઓ’:અમેરિકાએ જાહેર કરી તેના નાગરિકો માટે ટ્રાવેલ એડવાઈઝરી, કહ્યું- અહીં તમારા જીવને ખતરો હોઈ શકે


અમેરિકાએ પોતાના નાગરિકોને મણિપુર, જમ્મુ-કાશ્મીર, ભારત-પાકિસ્તાન બોર્ડર સહિતના નક્સલવાદી વિસ્તારોમાં ન જવાની સૂચના આપી છે. ભારત માટે સંશોધિત ટ્રાવેલ એડવાઈઝરીમાં સ્ટેટ ડિપાર્ટમેન્ટે તેના નાગરિકોને કહ્યું છે કે, ભારતના કેટલાક વિસ્તારો વધુ જોખમમાં છે. ગુનાખોરી અને આતંકવાદને કારણે વધુ સાવધાની રાખવી જોઈએ. અમેરિકાએ ભારતને લેવલ 2 પર રાખ્યું છે, પરંતુ દેશના ઘણા ભાગોને લેવલ 4 પર રાખવામાં આવ્યા છે. ટ્રાવેલ એડવાઈઝરી જણાવે છે કે ભારતીય સત્તાવાળાઓ જણાવે છે કે ભારતમાં બળાત્કાર સૌથી ઝડપથી વધી રહેલા ગુનાઓમાંનો એક છે. ભારતમાં ઘણા પ્રવાસન સ્થળો પર બળાત્કારની ઘટનાઓ
વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારતમાં ઘણા પ્રવાસન સ્થળો પર બળાત્કાર અને છેડતીની ઘટનાઓ બની છે. આતંકવાદીઓ કોઈપણ ચેતવણી વિના ભારતમાં હુમલો કરી શકે છે. તેઓ પ્રવાસન સ્થળો, સ્ટેશનો, બસ સ્ટેન્ડ, બજારો, શોપિંગ મોલ અને સરકારી ઇમારતોને નિશાન બનાવે છે. એડવાઈઝરીમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના ગ્રામીણ વિસ્તારોમાં નાગરિકોને મદદ પૂરી પાડવામાં યુએસ સરકારને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. મણિપુરને લેવલ-4 કેટેગરીમાં રાખવામાં આવ્યું છે
મણિપુરને લેવલ-4 કેટેગરીમાં મૂકવામાં આવ્યું છે. હિંસા અને અપરાધના કારણે અહીંયા મુસાફરી ન કરવાની વિશેષ સલાહ આપવામાં આવી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે, મણિપુરમાં વંશીય સંઘર્ષને કારણે હિંસા અને સ્થળાંતરના અહેવાલો છે. એડવાઈઝરીમાં લખવામાં આવ્યું છે કે, મણિપુરમાં ભારતીય સરકારી હોદ્દા પર હુમલા થઈ રહ્યા છે અને ભારતની યાત્રા કરનારા અમેરિકન અધિકારીઓએ પણ મણિપુર જવા માટે પરવાનગી લેવી પડશે. એ જ રીતે લદ્દાખ સિવાય જમ્મુ-કાશ્મીરમાં હિંસા ચાલુ છે. કાશ્મીર ખીણ અને એલઓસીમાં આ સામાન્ય છે. નક્સલવાદી વિસ્તારોમાં પણ ન જવાની સલાહ
ટ્રાવેલ એડવાઈઝરીમાં નક્સલ સમસ્યાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, ભારતના મોટા વિસ્તારમાં નક્સલવાદીઓ સક્રિય છે. આ મહારાષ્ટ્રથી તેલંગાણા અને પશ્ચિમ બંગાળ સુધી ફેલાયેલા છે. તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને ઓડિશાની સરહદે છત્તીસગઢ અને ઝારખંડના ગ્રામીણ વિસ્તારોમાં ભારતીય સરકારી અધિકારીઓ પર હુમલાઓ થતા રહે છે. એવું કહેવાય છે કે આ વિસ્તારોમાં મુસાફરી કરતા પહેલા પરવાનગી લેવી જરૂરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.