મુળી ના કળમાદ ના ગામજનો ખાડારાજ અને રોગચાળા થી થયા ચિંતિત - At This Time

મુળી ના કળમાદ ના ગામજનો ખાડારાજ અને રોગચાળા થી થયા ચિંતિત


*મુળી તાલુકાનાં કળમાદ ગામે ખાડાઓ થી ગામજનો વાહનચાલકો પરેશાન...*

મુળી તાલુકાનાં કળમાદગામે ખાડાઓ ના કારણે અનેક વાહનો ફસાય જતા હોય છે વરસાદી પાણી ભરાવાના કારણે આ ઉંડા ખાડાઓ નજરે પણ ચડતા નથી ત્યારે અનેક રાહદારીઓ પણ ભોગ બને છે ત્યારે આ ખાડાઓ ના કારણે અને અનેક જગ્યાએ કાદવ કીચડ ના કારણે શાળા એ જતા નાના નાના ભૂલકાઓ, વયોવૃદ્ધો ને મુશ્કેલી ઉભી થ‌ઈ છે ત્યારે ગ્રામ પંચાયત દ્વારા આ મોટામસ ખાડાઓ તાત્કાલિક ધોરણે પુરવા જોઈએ અને અકસ્માત થતા બચાવ થશે સરા ગામજનોએ જણાવ્યું હતું કે અનેક મહિના ઓ થી આજ પરિસ્થિતિ રોડ રસ્તા ની છે આ રસ્તા ઓથી ગામજનો ત્રાહિમામ..પોકારી ઉઠ્યા છે પરંતુ ગ્રામ પંચાયત દ્વારા આ ખાડા બુરાની કામગીરી કોઈ કરવામાં આવી નથી આ બાબતે યોગ્ય કામગીરી નહીં હાથ ધરવામાં આવે તો મોટી દુર્ઘટના પણ સર્જાય શકે ની દહેશત વ્યકત કરી હતી તેમજ ઠેર ઠેર કાદવ કીચડ ના કારણે મચ્છરજન્ય રોગચાળાએ ફેલાવાની શક્યતા વધી જાય છે ત્યારે આવા રોગોને અટકાવવા માટેની કામગીરી હાથ ધરવી જોઈએ. તેમજ ગ્રામપંચાયત તેમજ નગરપાલિકા દ્વારા સફાઇ અભિયાન હાથ ધરીને રોગો માટેની નિયંત્રણ માટેના પગલા ભરવા જોઇએ.


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.