બાયડ તાલુકાના ઝાંઝરી ખાતે (૩૧) ઓગસ્ટ સુધી કલેક્ટર દ્વારા પ્રતિબંધ ફરવામાં આવ્યો.
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાનું ઝાંઝરી પર્યટક સ્થળ તરીકે જાણીતું છે ત્યારે ત્યાં પ્રવાસીઓ ની સંખ્યા માં દિવસે ને દિવસે વધારો થતો જાય છે અને બાયડ તાલુકા સિવાય ના અન્ય તાલુકા જિલ્લાના પ્રવાસીઓ આવતા હોય છે .ત્યારે અત્યાર સુધીમાં ત્યાં ડૂબી ને મારવાના બનાવો બન્યા છે .ત્યારે અગાઉ જિલ્લા કલેક્ટર દ્વારા પ્રતિબંધ ફરમાંવતું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું .તે ૩૧ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યું છે.અગાઉ ઝાંઝરી ના ધોધ માં નાવા તથા ફોટોગ્રાફી કરવા માટે ૧૯ જુલાઈ સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.તેને વધારી ને હવે ૩૧ ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યો છે.હવે ચોમાસાની સિઝન માં પ્રવાસીઓ ની સંખ્યા વધારો જોવા મળતો હોય છે.ત્યારે કુદરતી સોંદર્ય જોવા માટે ગુજરાત ના અનેક તાલુકા અને જિલ્લા માંથી સહેલાણીઓ આવતા હોય છે ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા સહેલાણીઓ માટે કુદરતી સોંદર્યની મજા માણી શકે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ પ્રજાની માંગ છે અને જો જાહેરનામાનો કોઈ ભંગ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.