ભાસ્કર વિશેષ:અમૂલ્ય સલાહ… સંતાનોને અકારણ પૈસા ન આપો, તેમને ખર્ચ મેનેજ કરવા દો તો મહત્ત્વ સમજશે; મહેનતથી ન કમાયેલા પૈસા ભ્રષ્ટ બનાવી શકે
“હું કરોડપતિ છું પરંતુ સંતાનોને તમામ સંપત્તિ નથી આપવા માંગતો. મારી ઇચ્છા છે કે બંને સંતાનોની પાસે એટલાં જ નાણાં હોય કે તેઓ ઘર ચલાવી શકે, શિક્ષણ લઈ શકે અને મૂળભૂત જરૂરિયાતો પૂરી કરી શકે. મારું માનવું છે કે નાણાં જાતે ન કમાવાય તો તે ભ્રષ્ટ કરી શકે છે...’ આવું કહેવું છે અમેરિકાના વન પ્લાનેટ ગ્રૂપના ફાઉન્ડર પયામ જમાનીનું. 1988માં ઇરાનથી 5 હજાર લઈને અમેરિકા પહોંચેલા જમાની 10 દેશમાં બિઝનેસ ચલાવી રહ્યા છે. રેવન્યૂ 400 કરોડ છે. જમાનીએ પુસ્તક ‘ક્રોસિંગ ધ ડેઝર્ટ’માં જણાવ્યું કે જીવનની કઠિન યાત્રાઓથી જ માણસ નિખરે છે. પડકારો જ માણસને સર્વશ્રેષ્ઠ બનાવે છે
માનવી પરીક્ષા અને મુશ્કેલીઓમાંથી પસાર થયા બાદ સર્વશ્રેષ્ઠ બને છે. સોનાની જેમ આપણે આગમાં તપવાથી શુદ્ધ થઈએ છીએ. અપાર ધન-સંપત્તિ હોવાના કારણે સંતાનોને ક્યારેય મુશ્કેલી નથી થઈ. હું ઈચ્છું છું કે તેમનાં નાણાં પૂરાં થઈ જાય અને તેઓ ખર્ચને લઈ એલર્ટ રહે. આ નાની-નાની પરીક્ષાઓ મોટા પડકાર માટે તૈયાર કરશે. માત્ર જરૂરી ખર્ચ માટે જ મદદ કરો
હું હંમેશા સંતાનોની જરૂરિયાતના હિસાબથી પૈસા આપું છું. તે એ બાબતમાં નથી કે હું શું ખર્ચ કરી શકું છું, પરંતુ એવું વિચારીને કે તેમના માટે સારું શું છે. ઉદ્દેશ્ય એ છે કે જો રકમ તેમના માત્ર જરૂરી ખર્ચ જેમ કે હોસ્ટેલ, કોલેજ માટે પુસ્તકો અને તેમની જરૂરિયાતનો સામાન ખરીદવામાં મદદ કરે. હું તેમની ફેશન કે મિત્રોની સાથે ડિનર માટે ખર્ચ નથી આપવા માંગતો. પત્ની ગૌયા અને મેં નક્કી કર્યું છે કે સંતાનોને ક્યારેય કારણ વગરનાં નાણાં નહીં આપીએ. તેનાથી તેઓ નાણાંનું મહત્ત્વ નહીં સમજી શકે. લેક્ચરને બદલે તેમને અનુભવથી શીખવા દો
સંતાનોને મની મેનેજમેન્ટ શીખવાડવું હશે તો તેમને ખર્ચ જાતે મેનેજ કરવા દો. આ જ દૃષ્ટિકોણ વ્યવહારિક છે. જવાબદારી તેમની પર હશે તો તેઓ નક્કી કરી શકશે કે કેટલો ખર્ચ કરવો કે બચત કરવી છે. પિતાના લેક્ચરને બદલે તેઓ પોતાના અનુભવથી સારું શીખી શકશે. ઉન્નતિ માટે ખર્ચ થાય ત્યારે નાણાં મહત્ત્વના
મારી ઇચ્છા છે કે બંને સંતાનો કામ કરે. સંપત્તિ જાતે અર્જિત કરે. મેં પણ આવી જ રીતે સંપત્તિ ઊભી કરી છે. આ પ્રક્રિયામાં તેઓ પોતાને અને દુનિયાને સમજી શકશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.