રાષ્ટ્રપતિ ચૂંટણી:ટ્રમ્પ જીતશે તો ખ્રિસ્તી ધર્મ મજબૂત થશે એવો સમર્થકોનો વિશ્વાસ - At This Time

રાષ્ટ્રપતિ ચૂંટણી:ટ્રમ્પ જીતશે તો ખ્રિસ્તી ધર્મ મજબૂત થશે એવો સમર્થકોનો વિશ્વાસ


અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીપ્રચાર આક્રમક થતાંની સાથે જ ઘણાં રોચક પાસાં પણ સામે આવી રહ્યાં છે. ગત મહિને 13 જુલાઈના રોજ પેન્સિલ્વેનિમાં રેલી દરમિયાન જીવલેણ હુમલાથી માંડ બચેલા પૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કદ તેમના સમર્થકોની નજરમાં વધી ગયું છે. ટ્રમ્પના સમર્થકોનું માનવું છે કે ભગવાને ટ્રમ્પને નહીં પરંતુ અમેરિકાને ગોળીથી બચાવ્યું છે. હુમલા બાદ ટ્રમ્પના સમર્થકોનું કહેવું છે ભગવાને ટ્રમ્પને કોઈ સારા કામ માટે બચાવ્યા છે. કોઈ ઉદ્દેશ્યને પાર પાડવા માટે બચાવ્યા છે. ઘણાનું માનવું છે કે જો ટ્રમ્પ જીતશે તો દેશને ધર્મ તરફ લઈ જશે, દેશને ધાર્મિક બનાવશે. અમેરિકામાં રાજકારણ અને ધર્મ વચ્ચે સ્પષ્ટ સીમા છે, પરંતુ હવે ટ્રમ્પના ઘણા કાર્યક્રમો અને રેલીઓની શરૂઆત પણ પ્રાર્થનાથી થાય છે. વધુમાં ઘણા ટ્રમ્પના સમર્થકો માને છે કે જો તેઓ જીતશે તો તે અમેરિકામાં ખ્રિસ્તી ધર્મને વધુ મજબૂત કરશે. સમર્થકોના મત - ભગવાને ટ્રમ્પને નહીં, અમેરિકાને બચાવ્યું ટ્રમ્પ-વેન્સને સલાહ: કમલા સામે જાતિવાદી હુમલાથી બચો
રિપબ્લિકન પાર્ટીના ટોચના નેતૃત્વએ ટ્રમ્પ-જે.ડી. વેન્સ સહિત તમામ પક્ષના નેતાઓને ડેમોક્રેટિક પાર્ટીના પ્રમુખપદના ઉમેદવાર કમલા હેરિસ સામે ખુલ્લેઆમ જાતિવાદ અને લૈંગિક હુમલાઓથી દૂર રહેવાની સલાહ આપી છે. તેનાથી પાર્ટીને નુકસાન થઈ શકે છે. મંગળવારે રિપબ્લિકન કોંગ્રેસ કમિટીએ સાંસદોને બાઈડેન-હેરિસ નીતિઓમાં ભૂમિકા માટે હેરિસની ટીકા કરવા વિનંતી કરી. હાઉસ સ્પીકર માઈક જોન્સને કહ્યું કે આ ચૂંટણી વ્યક્તિત્વ નહીં પરંતુ નીતિઓ વિશે હશે. સરવે: કમલા હેરિસ લોકપ્રિયતામાં ટ્રમ્પથી માત્ર 3 ટકા પાછળ છે
રાષ્ટ્રપતિ બાઈડેન હટી ગયા બાદ કમલા હેરિસની લોકપ્રિયતા ઝડપથી વધી રહી છે, એટલું જ નહીં, કમલા હેરિસે ઈપ્સોસ સરવેમાં ટ્રમ્પને પાછળ છોડી દીધા છે. કમલાના આગમન પછી સરેરાશ 10 સરવેમાં ટ્રમ્પ અને કમલા વચ્ચેનો તફાવત ફરી ઘટીને 3% થઈ ગયો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.