‘ચૂંટણી સરવેમાં હાર જોતા નામ પાછું ખેંચ્યું’:બાઇડને પહેલીવાર જણાવ્યું રાષ્ટ્રપતિની રેસમાંથી ખસી જવાનું કારણ, કહ્યું- નવી પેઢીને મશાલ સોંપી
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યા બાદ બાઈડને ગુરુવારે ઓવલ ઓફિસથી સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું, "હું નવી પેઢીને મશાલ સોંપવા માંગુ છું. ચૂંટણી સર્વેમાં મારી હારના અંદાજથી નિરાશ થઈને મેં રેસમાંથી બહાર થવાનો નિર્ણય લીધો હતો. હું મારી સાથે મારા સાથી ડેમોક્રેટ્સને હાર તરફ ન ખેંચી શકું." તેમણે કહ્યું- નવી પેઢીને મશાલ સોંપવી એ આપણા રાષ્ટ્રને એક કરવાનો શ્રેષ્ઠ માર્ગ છે. હું રાષ્ટ્રપતિના કાર્યાલયનું સન્માન કરું છું, પરંતુ હું મારા દેશને વધુ પ્રેમ કરું છું. રાષ્ટ્રપતિ તરીકે સેવા આપવી એ મારા જીવનભરનું સન્માન રહ્યું છે. પરંતુ લોકશાહીનું રક્ષણ કરવું એ કોઈપણ પદ કરતાં વધુ મહત્વનું છે. મને અમેરિકનો માટે કામ કરવામાં ખુશી થઈ છે. બાઈડને કહ્યું, "અમેરિકાની સૌથી સારી વાત એ છે કે તેના પર કોઈ રાજા કે તાનાશાહનું શાસન નથી. અહીંના લોકો રાજ કરે છે. હવે ઈતિહાસ તમારા હાથમાં છે. અમેરિકાનું ભવિષ્ય તમારા હાથમાં છે." "જનતાએ એકતા અને વિભાજન વચ્ચે પસંદગી કરવાની છે."
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું નામ લીધા વિના, બાઈડને કહ્યું, "અમેરિકાએ આગળ વધવું કે પાછળ જવું, આશા અને નફરત, એકતા અને ભાગલા વચ્ચે પસંદગી કરવી જોઈએ. આપણે નક્કી કરવું જોઈએ કે શું આપણે હજી પણ ઈમાનદારી, શિષ્ટાચાર, સન્માન, સ્વતંત્રતા, ન્યાય અને લોકશાહીમાં વિશ્વાસ કરીએ છીએ. ? આપણે એક મહાન રાષ્ટ્ર છીએ કારણ કે આપણે સારા લોકો છીએ. જ્યારે તમે મને આ પદ પર ચૂંટ્યો, ત્યારે મેં વચન આપ્યું હતું કે હું તમને સત્ય કહીને હંમેશા તમારી સાથે સમાન ધોરણે રહીશ. સત્ય એ આ દેશનો પવિત્ર ઉદ્દેશ્ય છે. તે આપણા કરતા મોટો છે. આપણે તેને બચાવવા માટે એક થવું જોઈએ." તેમના 11 મિનિટના ભાષણ દરમિયાન, બાઈડને રાજકારણમાં તેમના પ્રવેશ વિશે પણ વાત કરી. તેણે કહ્યું, "તમે એક બાળકને પોતાનું સ્થાન બનાવવાનો મોકો આપ્યો. પછી તમે તેને અમેરિકન રાજકારણના શિખર પર લઈ ગયા. આ માટે હું દરેકનો આભારી છું. મેં મારા જીવનના 11 વર્ષ દેશની સેવામાં આપ્યા છે. આવું ફક્ત અમેરિકામાં જ થાય છે. કમલા હેરિસ મજબુત અને સક્ષમ છે
બાઈડને કહ્યું- ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ ડેમોક્રેટિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના સંભવિત ઉમેદવાર છે. તેઓ મજબુત અને સક્ષમ છે. તેઓ મારા માટે અવિશ્વસનીય ભાગીદાર અને આપણા દેશ માટે નેતા રહ્યા છે. હવે પસંદગી તમારા પર છે, અમેરિકન લોકો. હેરિસને સપોર્ટ કરે છે. ઓવલ ઓફિસમાંથી રાષ્ટ્રપતિ બાઈડનનું આ ચોથું સંબોધન હતું. અગાઉ ટ્રમ્પ પર ઘાતક હુમલા બાદ પણ બાઈડને ઓવલ ઓફિસમાંથી ભાષણ આપ્યું હતું. બુધવારે તેમના સંબોધન દરમિયાન, પત્ની જીલ બાઈડન, પુત્રી એશ્લે બાઈડન, પુત્ર હન્ટર બાઈડન સહિત બાઈડનના પૌત્રો પણ ત્યાં હાજર હતા. રાષ્ટ્રપતિનું ભાષણ પૂરું થયા બાદ તેમના પરિવારના સભ્યોની આંખો ભીની થઈ હતી. પુત્રી એશ્લેએ પણ બાઈડનને ભેટી પડી હતી. પ્રગતિ અને દુર્ગતિ વચ્ચે પસંદ કરો બંધક બનાવ્યાના સમાચાર બાદ સામે આવ્યા બાઈડન
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન ગયા ગુરુવારે કોરોના પોઝિટિવ જોવા મળ્યા હતા. આ ઘટના બાદ તે સાર્વજનિક સ્થળો પર જોવા મળ્યા ન હતા. લાંબા સમયથી તેમના સ્વાસ્થ્ય અંગે કોઈ અપડેટ જારી કરવામાં આવ્યું નહોતું. આ દરમિયાન, બાઈડને સોશિયલ મીડિયા પર એક સંદેશ જાહેરી કર્યો હતો કે તે આગામી ચૂંટણી લડશે નહીં. બાઈડનની આ જાહેરાત બાદ સોશિયલ મીડિયા પર તેમના સ્વાસ્થ્યને લઈને અટકળો શરૂ થઈ ગઈ હતી. ડેઈલી મેઈલના અહેવાલ મુજબ, માત્ર રિપબ્લિકન જ નહીં પરંતુ ડેમોક્રેટ પાર્ટી સાથે જોડાયેલા લોકોને પણ આશંકા હતી કે બાઈડન ગંભીર રીતે બીમાર થઈ ગયા છે. સોશિયલ મીડિયા પર એવો દાવો કરવામાં આવ્યો હતો કે બાઈડનની તબિયત ઝડપથી બગડી રહી છે, તેથી તેમને લોકો સામે લાવવામાં આવી રહ્યા નથી. રિપબ્લિકન પાર્ટી સાથે સંકળાયેલા યુઝર્સે તો એવો પણ દાવો કર્યો હતો કે બાઈડનને બંધક બનાવી લેવામાં આવ્યા છે. આ સમાચાર પણ વાંચો... કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે બહુમતી મળી, કાશ્મીર પર PAKને સમર્થન આપતા સાંસદોએ પણ સાથ આપ્યો અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીમાંથી બાઈડન હટી ગયાના 24 કલાકની અંદર જ કમલા હેરિસે ડેમોક્રેટિક પાર્ટી તરફથી નોમિનેશન માટે બહુમતી મેળવી લીધી છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદની ઉમેદવારી માટે અત્યાર સુધીમાં 4 હજારમાંથી 1976 ડેલિગેટ્સનું સમર્થન મળ્યું છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.