સિટી-BRTS બસમાં હવે દિવ્યાંગ સાથે સહાયકને પણ ફ્રી મુસાફરી
સિનિયર સિટિઝનને 3 વર્ષના બદલે આજીવન પાસ અપાશે
રાજકોટ મનપા દ્વારા વર્ષ 2024-25ના બજેટ અનુસંધાને લેવાયેલા નિર્ણયના અનુસંધાને અમલી બનાવાયેલા ફ્રી બસ મુસાફરી યોજનામાં (21 કેટેગરી) પૈકી હવેથી ખાસ 14 કેટેગરીમાં સમાવિષ્ટ દિવ્યાંગ વ્યક્તિ સહિત મુસાફરી દરમિયાન સાથે રહેનાર સહાયક (એટેન્ડન્ટ)ને પણ વિનામૂલ્યે મુસાફરીનો લાભ મળે તે માટે સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકરે અમલવારી શરૂ કરાવી છે. આ ઉપરાંત સિનિયર સિટિઝન્સને હવેથી ફ્રી મુસાફરી માટે ત્રણ વર્ષની મુદતના સ્થાને આજીવન પાસ ઇસ્યૂ કરાવાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.