ભારે વરસાદથી કોઝ વે પાણી ફરી વળતાં રાજકોટ જિલ્લાના સાત માર્ગ પર પરિવહન બંધ પાંચ રોડના વૈકલ્પિક રોડ શરૂ અન્ય રોડ પાણી ઓસર્યા પછી ટ્રાફિક માટે શરૂ કરાશે - At This Time

ભારે વરસાદથી કોઝ વે પાણી ફરી વળતાં રાજકોટ જિલ્લાના સાત માર્ગ પર પરિવહન બંધ પાંચ રોડના વૈકલ્પિક રોડ શરૂ અન્ય રોડ પાણી ઓસર્યા પછી ટ્રાફિક માટે શરૂ કરાશે


ભારે વરસાદથી કોઝ વે પાણી ફરી વળતાં રાજકોટ જિલ્લાના સાત માર્ગ પર પરિવહન બંધ
પાંચ રોડના વૈકલ્પિક રોડ શરૂ અન્ય રોડ પાણી ઓસર્યા પછી ટ્રાફિક માટે શરૂ કરાશે

રાજકોટ તા. ૨૪ જુલાઈ -સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં પડેલા ભારે વરસાદ-અતિવૃષ્ટિના કારણે રાજકોટ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) હસ્તકના સાત જેટલા રસ્તાઓ પર પાણી ફરી વળતાં (ઓવર ટોપિંગ) આ માર્ગો પર વાહન વ્યવહાર બંધ થયો છે. જેની સામે પાંચ વૈકલ્પિક માર્ગો શરૂ કરવામાં આવ્યા છે.
આર. એન્ડ બી. પંચાયતની યાદીમાં જણાવાયા પ્રમાણે, (૧) રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ગોંડલ-વોરાકોટડા માર્ગ પર પાણી આવી જતાં રસ્તો બંધ થયો છે. આ માર્ગ પર નવા બ્રીજનું કામ શરૂ હોવાથી નદીમાં પૂર આવતા ડાયવર્ઝનના માર્ગ પર પાણી ફરી વળતાં આ સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે ગોંડલ ગામ સાથેના પરિવહનને અસર થઈ છે. જેની સામે ગોંડલ બાંદ્રા વોરકોટડા વૈકલ્પિક રસ્તો શરૂ કરાયો છે.
(૨) ઉપલેટા તાલુકાનો મેરવદર-વડાળા રોડ ચેકડેમ કમ કોઝવે ઓવરફ્લો થતા બંધ થયો છે. જેનાથી મેરવદર ગામ સાથેના પરિવહનને અસર થઈ છે. જેના વિકલ્પમાં ગણોદ તણસવા મેરવદર રોડ શરૂ છે. પાણી ઓસર્યા બાદ રિપેરિંગ કરીને રોડ શરૂ કરાશે.
(૩) ઉપલેટા તાલુકાનો મોજીરા-ભાંખ ક્લરીયા રોડ માઈનોર બ્રિજનું કામ ચાલુ હોવાથી ડાઈવર્ઝન પરથી પાણી પસાર થતાં બંધ થયો છે. જેનાથી ભાંખ, કલારિયા ગામ સાથેના પરિવહનને અસર થઈ છે. જેના વિકલ્પમાં ગઢાળા, કેરાળા રોડ શરૂ કરાયો છે.
(૪) ઉપલેટા તાલુકાનો પાનેલી-સાતવડી રોડ માઈનોર બ્રિજનું કામ ચાલુ હોવાથી ડાઈવર્ઝન પરથી પાણી પસાર થતું હોવાથી બંધ થયો છે. જેનાથી સાતવડી ગામ સાથેના પરિવહનને અસર થઈ છે.
(૫) ઉપલેટા તાલુકાનો ગઢાળા એપ્રોચ રોડ ચેકડેમ કમ કોઝવે ઓવર ટોપિંગના લીધે બંધ થયો છે. જેનાથી ગઢાળા ગામ સાથેના પરિવહનને અસર થઈ છે.
(૬) ધોરાજી તાલુકાનો છત્રાસા-વંથલી રોડ અતિભારે વરસાદના લીધે નદીમાં પૂર આવતા કોઝવે ઉપરથી પાણી પસાર થતું હોવાથી બંધ થયો છે. જેનાથી છત્રાસા ગામ સાથેના પરિવહનને અસર થઈ છે.
(૭) જેતપુર તાલુકાનો લુણાગરા-દુધીવદર રોડ કોઝવે પરથી પાણી પસાર થતું હોવાથી બંધ થયો છે. તાલુકા મથક જવા માટે આ રસ્તો નડતો નથી.
પાણી ઉતર્યા બાદ આ તમામ રોડ ટ્રાફિક માટે શરૂ કરવામાં આવશે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.