ટેકાના ભાવે મગ વેચવા માગતા રાજકોટ જિલ્લાના ખેડૂતોને ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવા અનુરોધ
રાજકોટ તા. ૨૪ જુલાઈ - ગુજરાતના ખેડૂતોને આર્થિક રક્ષણ અને તેમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવ મળી રહે તે હેતુથી રાજ્ય સરકારે વર્ષ ૨૦૨૩-૨૪ના ઉનાળુ મગની ખરીદી ટેકાના ભાવથી ખરીદવાનું આયોજન કર્યું છે. આ માટે ઓનલાઈન નોંધણીનો પ્રારંભ થઈ ચૂકયો છે.
ટેકાના ભાવે મગ વેચવા માગતા ખેડૂતોને ગ્રામ્ય કક્ષાએ વી.સી.ઈ. મારફતે તથા તાલુકા કક્ષાએ એ.પી.એમ.સી. ખાતે નાફેડના ઈ-સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. આ માટે ગામનો નમૂનો ૮-અ, તલાટીનો વાવેતર અંગેનો દાખલો અથવા ૭/૧૨, આધારકાર્ડની નકલ, બેન્ક પાસબુકના પ્રથમ પાનાની નકલ (આઈ.એફ.એસ.સી. કોડ સાથે) સાથે ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે. હાલ ઉનાળુ મગ પાકના ટેકાનો ભાવ રૂ.૮૫૫૮ પ્રતિ ક્વિન્ટલ છે. જેનો રાજકોટ જિલ્લાના ખેડૂતોને લાભ લેવા રાજકોટના જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી તૃપ્તિબહેન પટેલની યાદી દ્વારા અનુરોધ કરાયો છે.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.