મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે 165માં ઇન્કમ ટેક્સ દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે રાજ્યના આયકર વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તથા દેશ અને રાજ્યની વિકાસગાથામાં કરવેરા થકી પોતાનું અનન્ય યોગદાન આપતા ગુજરાતના અગ્રણી કરદાતાઓનું સન્માન કર્યું હતું. - At This Time

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે 165માં ઇન્કમ ટેક્સ દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે રાજ્યના આયકર વિભાગ દ્વારા આયોજિત કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા તથા દેશ અને રાજ્યની વિકાસગાથામાં કરવેરા થકી પોતાનું અનન્ય યોગદાન આપતા ગુજરાતના અગ્રણી કરદાતાઓનું સન્માન કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ આયકર વિભાગના કર્મયોગીઓને વિકાસના વિશ્વકર્મા અને દેશની આર્થિક સક્ષમતાના પ્રહરી ગણાવતાં જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં કરદાતાઓની મૂડીનો જનકલ્યાણની યોજનાઓમાં સુયોગ્ય રીતે ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે ડિજિટલ સેવાઓથી આયકર સુવિધામાં આવેલ પારદર્શિતા અને પ્રામાણિકતા અંગે જણાવવાની સાથોસાથ કેન્દ્રીય બજેટ 2024-25માં કરવેરાને સરળ બનાવવા તથા કરદાતાઓની સેવા-સુવિધામાં સુધારો કરવાના સરકારના પ્રયાસોનો ઉલ્લેખ કર્યો હતો.

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.