હિંમતનગરમાં આવેલ આસ્થા ના આધારસ્તંભ સમાન મંદિરો દૂર ન કરવા તમામ મંદિરોના ટ્રસ્ટીશ્રીઓએ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના કાર્યકર્તોએ અધિક કલેકટરશ્રીને કરી રજૂઆત - At This Time

હિંમતનગરમાં આવેલ આસ્થા ના આધારસ્તંભ સમાન મંદિરો દૂર ન કરવા તમામ મંદિરોના ટ્રસ્ટીશ્રીઓએ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના કાર્યકર્તોએ અધિક કલેકટરશ્રીને કરી રજૂઆત


રિપોર્ટર ઝાકીર હુસેન મેમણ

હિંમતનગરમાં આવેલ આસ્થા ના આધારસ્તંભ સમાન મંદિરો દૂર ન કરવા તમામ મંદિરોના ટ્રસ્ટીશ્રીઓએ અને વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના કાર્યકર્તોએ અધિક કલેકટરશ્રીને કરી રજૂઆત*

હિંમતનગર વિસ્તારમાં વર્ષો જૂના મંદિરો આવેલા છે જેમાં હજારો લોકો નિયમિત ભગવાનના દર્શનનો લાભ લઇ રહ્યા છે જેની સાથે અનેક ભક્તોની ધાર્મિક લાગણી અને આસ્થા જોડાયેલ છે તથા મંદિરો હંમેશા આસ્થાના કેન્દ્ર સ્વરૂપે અને હકારાત્મક શક્તિના સ્ત્રોત તરીકે માનવામાં આવે છે ત્યારે મામલતદાર શ્રીના હુકમ મુજબ હિંમતનગરમાં આવેલ આસ્થાના પ્રતિક સ્વરૂપ મંદિરો સ્વૈચ્છિક દૂર કરવાની અન્યથા તોડવાની જે કાર્યવાહી પ્રશાસન દ્વારા કરવા માટે જે નોટિસો ફટકારવામાં આવેલ છે એના વિરોધ માં હિંમતનગરના તમામ ૨૨ મંદિરના ટ્રસ્ટીશ્રીઓએ , વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ ના કાર્યકર્તાઓ એ કલેક્ટર ઓફિસ , બહુમાળી ભવન , હિંમતનગર ખાતે ઉપસ્થિત રહીને પ્રચંડ વિરોધ નોંધાવ્યો.
વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા ના મઠ મંદિર એવમ અર્ચક પુરોહિત સંપર્ક પ્રમુખશ્રી નયનભાઈ મહેતાએ જણાવ્યું હતું કે હિંમતનગરમાં આવેલા જે કંઈ પણ મંદિરો છે એ ઘણા વર્ષો પહેલા બનાવવામાં આવેલા છે 2006માં સુપ્રીમ કોર્ટમાં જ્યારે pil દાખલ કરવામાં આવી હતી એમાં રાજ્ય ના તમામ સરકારી જગ્યાઓ પરના દબાણો દૂર કરવાની વાત હતી તે છતાં હાઇકોટે આપેલ આદેશ ના ભાગ રૂપ હિંમતનગરના તમામ મંદિરોએ જે કંઈ દબાણો સર્વે મુજબ દૂર કરી દીધેલ હતા તે છતાં એ આદેશ પછી ક્યારેય આજ દિન સુધી રી સર્વે કરીને મંદિરો દબાણો હટાવવા માટે ફરીથી ક્યારેય પણ કોઈ નોટિસ આપવામાં આવેલ નહોતી તો રાતોરાત અચાનક 22 જુલાઈ ૨૦૨૪ ની આસપાસ તમામ મંદિરોને નોટિસો આપીને સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરી લેવા માટે જે આદેશ કરવામાં આવેલ છે એ અયોગ્ય સ્થાને છે. પ્રશાસને યોગ્ય સર્વે કરી યોગ્ય તપાસ હાથ ધરી વર્ષોથી સ્થિત મંદિરો માં રહેલી તમામ ભક્તોની આસ્થાને કોઈપણ પ્રકારની ઠેસ ન પહોંચે એ પ્રમાણે કાર્ય કરવા માટે તમામ ટ્રસ્ટીશ્રીઓએ વિનંતી કરી હતી તથા પ્રશાસનને સાથ સહકાર આપવા રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા સરકારી જમીન પર ઉભા રહેલા તમામ પ્રકારના ગેરકાયદેસર દબાણો દૂર કરવા માટે જ્યારે જાણ કરવામાં આવેલી હોય ત્યારે જે મંદિરો આસ્થાના કેન્દ્ર સ્વરૂપ છે જે મંદિરો રસ્તામાં કોઈ પણ જગ્યાએ અડચણરૂપ નથી એવા મંદિરોને દૂર કરવા માટે નોટિસો આપવા પાછળનું કારણ શું ? સુપ્રીમ કોર્ટ દ્વારા અનેક એવા આદેશ આપવામાં આવેલ છે જેનું આજ દિન સુધી સરકાર શ્રી કે પ્રશાસન દ્વારા કોઇ અમલીકરણ કરાવવામાં નથી આવ્યું તેથી જો પ્રશાસન દ્વારા મંદિરોને દૂર કરવા માટે કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તો તમામ મંદિરોના તમામ ટ્રસ્ટીશ્રીઓ , શ્રદ્ધાળુઓ ,વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ના તમામ કાર્યકર્તાઓ પ્રચંડ આંદોલન કરશે એવી વાત પણ મૂકવામાં આવી હતી. રાજકોટ અને અમદાવાદ જેવા મહાનગરોમાં જ્યારે ધાર્મિક સ્થળોના દબાણો દૂર કરવા માટે સંકલન સાધવામાં આવતું હોય અને કોઈપણ પ્રકારનું દબાણ દૂર ન કરવા માટે પુન: વિચારણા કરવામાં આવતી હોય તો સાબરકાંઠા જિલ્લામાં આવા પ્રકારની વિચારણા શા માટે કરવામાં ન આવે એવી પણ તમામ ટ્રસ્ટીશ્રીઓએ રજૂઆત કરી હતી.આજરોજ આ વિરોધ કાર્યક્રમમાં હિંમતનગરના નોટિસ આપવામાં આવેલા તમામ 22 મંદિરના ટ્રસ્ટીશ્રીઓ , વિશ્વ હિન્દુ પરિષદ પરિષદ બજરંગ દળ ના પ્રમુખ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.