પહાડીયા, કાલીપુરા બાદ હવે દહેગામ ના પેટાપરા રામાજીના છાપરા ગામની જમીન પણ વેચાઈ જવા પામી - At This Time

પહાડીયા, કાલીપુરા બાદ હવે દહેગામ ના પેટાપરા રામાજીના છાપરા ગામની જમીન પણ વેચાઈ જવા પામી


વધુ એક પહાડીયાવાળીઃરામાજીના છાપરા ગામની જમીનનો પણ દસ્તાવેજ થઇ ગયો

દહેગામ તાલુકામાં ગામોની જમીન વેચાવાનો સિલસિલો

નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ ગામની ખાનગી સર્વે નંબરની ૧૪ વિઘા જમીન બે તબક્કામાં મૂળ માલિકના વારસદારોએ વેચી

ગાંધીનગર : ગાંધીનગરના દહેગામ તાલુકામાં એક પછી એક ગામો વેચાવાનો સિલસિલો સામે આવી રહ્યો છે. અગાઉ પહાડિયા ગામ જે રીતે વેચાયું હતું તે રીતે કાલીપુર સહિતના ઘણા પરા-પરુ વેચાઇ ગયા હોવાનું સરકારને ધ્યાને આવ્યું છે. તેવી સ્થિતિમાં દહેગામ નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ રામાજીના છાપરા ગામ પણ પહાડિયાવાળી મોડસ ઓપરેન્ડીથી વેચી દેવામાં આવ્યું છે. આ ગામની ૧૪ વિઘા જમીનને ખુલ્લી જમીન બતાવીને તેનો વેચાણ દસ્તાવેજ થઇ ગયો છે.

આ અંગે સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે, દહેગામ નગરપાલિકા વિસ્તારમાં સમાવિષ્ટ રામાજીના છાપરા ગામ કે જ્યાં ૨૦૦થી વધુ ઘરો છે અને દોઢ હજારથી વધુની વસ્તી વસવાટ કરે છે એટલુ જ નહીં, ગાયકવાડ સરકાર વખતે વસેલા આ રામાજીના છાપરા ગામમાં જે રહિશો વસવાટ કરે છે તેમની પાસે ગાયકવાડ સરકાર વખતે કરવામાં આવતો સ્થાવર કરાર પણ છે. તેમ છતા નગરપાલિકાના ખાનગી સર્વે નંબર ઉપર વસેલા આ ગામનો મુળ માલિકના વારસદારોએ વેચાણ દસ્તાવેજ કરી દીધો છે. દહેગામના પહાડિયા અને કાલીપુર સહિતના ગામોમાં ખાનગી સર્વેનંબરોની જમીન વેચાઇ ગઇ હોવાનું સામે આવ્યા બાદ રામાજીના છાપરામાં વર્ષોથી વસવાટ કરતા રહિશોએ પોતાના ગામની અને સર્વે નંબરની નોંધ સરકારમાંથી કઢાવી હતી જેમાં વર્ષ ૨૦૨૩ તથા વર્ષ ૨૦૨૪ એમ બે વખત તબક્કાવાર ગામની લગભગ ૧૪ વિઘા જેટલી જમીન વેચી દેવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

૨૦૦ ઘર અને ૧૫૦૦ની વસ્તી છતા ખુલ્લી જમીન બતાવી વેચી દીધી

દહેગામ તાલુકાના પરા અને પેટાપરાના મુળ માલિકાનો વારસદારો દ્વારા બારોબાર વેચાણ દસ્તાવેજ કરી દેવાની ઘટનાઓ વધી રહી છે ત્યારે આ વખતે દહેગામ નગરપાલિકામાં સમાવિષ્ટ રામાજીના છાપરા ગામની ૧૪ વિઘા ખાનગી સર્વે નંબરની જમીનનો વારસદારોએ વેચાણ દસ્તાવેજ કરાવી દીધો છે જેમાં હાલ વર્ષોતી ૨૦૦ જેટલા પરિવારો વસવાટ કરી રહ્યા છે જ્યાં ગામની ૧૫૦૦ જેટલી વસ્તી વસવાટ કરી રહી છે જ્યાં સરકાર દ્વારા વિવિધ યોજનાઓમાં સેવા-સુવિધા પણ ઉભી કરવામાં આવી છે. ત્યારે આ મકાન સહિતની અન્ય સ્થાવર મિલકતો હોવા છતા અહીં ખુલ્લી જમીન બતાવીને તેનો વેચાણ દસ્તાવેજ કરી દેવામાં આવ્યો છે.

રિપોર્ટર મહેશસિંહ રાઠોડ દહેગામ


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.