ભાવનગર ડિવિઝનના 18 સ્ટેશનોના અપગ્રેડેશન માટે આ બજેટમાં પૂરતું ભંડોળ મળ્યું - At This Time

ભાવનગર ડિવિઝનના 18 સ્ટેશનોના અપગ્રેડેશન માટે આ બજેટમાં પૂરતું ભંડોળ મળ્યું


( રિપોર્ટર ચેતન ચૌહાણ)
બુધવારે મીડિયા સાથે વાત કરતા માનનીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે આ વખતના બજેટમાં રેલ્વેને રેકોર્ડ રકમ આપવામાં આવી છે.ગુજરાત માટે, તેમણે કહ્યું કે 2009-14ના નાણાકીય વર્ષ વચ્ચે સરેરાશ રૂ.589 કરોડ રિલીઝ કરવામાં આવ્યા હતા,જ્યારે આ વખતે 2024-25ના બજેટમાં રૂ.8,743 કરોડની રકમ આપવામાં આવી છે,જે તુલનાત્મક રીતે 15 ગણી વધારે છે.તેમણે કહ્યું કે ગુજરાતમાં 2009-14ના નાણાકીય વર્ષો વચ્ચે દર વર્ષે સરેરાશ 132 કિમીના નવા રેલ્વે ટ્રેક નાખવામાં આવ્યા હતા, જ્યારે 2014-24ના નાણાકીય વર્ષો દરમિયાન આ આંકડો લગભગ બમણો વધીને સરેરાશ 224 કિમી થયો છે. દર વર્ષે તેવી જ રીતે, નાણાકીય વર્ષ 2009-14 વચ્ચે, વિદ્યુતીકરણ દર વર્ષે સરેરાશ 13 કિમી હતું, જે હવે વધીને સરેરાશ 300 કિમી પ્રતિ વર્ષ થયું છે, જે તુલનાત્મક રીતે લગભગ 23 ગણું છે.ગુજરાતમાં, રૂ. 30,826 કરોડના ખર્ચે 2,948 કિમીના નવા રેલ્વે ટ્રેકના 42 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. 2014થી અત્યાર સુધીમાં 989 રેલવે ફ્લાયઓવર અને અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે.અમૃત સ્ટેશન યોજના હેઠળ ગુજરાતમાં કુલ 87 સ્ટેશનો અપગ્રેડ કરવાના છે, જેમાં ભાવનગર મંડળના 18 સ્ટેશનોનો સમાવેશ થાય છે, જે નીચે મુજબ છે: ભાણવડ, દામનગર, બોટાદ, ચોરવાડ રોડ, ગોંડલ, જામ જોધપુર, જૂનાગઢ, કેશોદ, લીંબડી, મહુવા, પાલીતાણા, પોરબંદર, રાજુલા જંકશન, સાવરકુંડલા, સિહોર જંકશન, સોમનાથ, સોનગઢ અને વેરાવળ. આ વખતના બજેટમાં આ સ્ટેશનોના અપગ્રેડેશન માટે પૂરતું ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.