આત્મહત્યા નો પ્રયાસ કરતી અને ડિપ્રેશનમાં રહેલ યુવતીનો 181ની ટીમ દ્વારા બચાવ કરાયો
આજે રોજ રાજકોટ શહેર માંથી પીડિતાના ફ્રેન્ડનો કોલ આવેલ કે તેમની ફ્રેન્ડ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરે છે જેથી મદદ ની જરૂર છે
આ માહિતી મળતા જ કાઉસેલર - કાજલબેન પરમાર સહિતની 181 ની ટીમ ઘટના સ્થળ પર દોડી ગયેલ અને કોલર સાથે ચર્ચા કરતા જણાવેલ કે માતા ને દીકરી જ ઘર મા રહે છે હાલ માતા 4/5/ દિવસ થી મુંબઈ ગયેલા છે પીડિતા બહેન બે કલાકથી મેઈન ગેટ બંધ કરી અંદર બેઠેલા છે જેથી 181 ની ટીમ દ્વારા 05/10 મિનિટ દરવાજો ખખડાવેલ પરંતુ અંદર થી કંઈપણ અવાજ આવતો ન હોવાથી 181 ની ટીમ સાથે પીડિતા ની ફ્રેડ હોવાથી પીડિતાની માતા સાથે ફોન પર વાત કરેલ માતા એ જણાવેલ કે તેમની દીકરી ને 3 લાખ રૂપિયા ની જરૂર છે જો અત્યારે નહીં મોકલે તો આત્મહત્યા કરી લેશે તેવું જણાવી ને ફોન બંધ કરી દીધેલ છે અને ફિનાઈલની બોટલ નો ફોટો પાડી ને પીડિતાયે માતા ને મોકલેલ છે
જેથી માતા ને શાંત પાડેલ ને પીડિતા સાથે વાત કરવા પ્રયાસ કરે છે તેવું જણાવેલ ત્યાર બાદ 181 ટીમના ડ્રાઇવર દ્વારા બાજુના ફ્લેટ પરથી પીડિતાના ફ્લેટની બારી દ્વારા અંદર પ્રવેશ કરી મેઈન ગેટ અંદર થી ખોલેલ ત્યારબાદ પીડિતાની શોધખોલ કરી તો પીડિતા બહેન બેડરૂમનો દરવાજો બંધ હોવાથી કાઉન્સેલર તેમજ કોન્સ્ટેબલ દ્વારા વાતોમાં ઉલજાવી દરવાજો ખોલાવવા પ્રયાસ કરેલ પરંતુ ત્યાંજ પીડિતા એ માતા ને ફોન કરેલ ને પોલીસ ઘરે આવી છે તે ને કે જતી રહે બાકી હું ફિનાઈલ પીય લેશ કે માથું ફોડી નાખીશ જેથી આવી વાતો સાંભળી 181 ની ટીમ દ્વારા શી ટીમ ની મદદ માંગેલ અને પીડિતાને આશ્વાશન આપી અને તેની સમસ્યાના સમાધાન માટે આવેલ છીએ તેવી ખાતરી આપતાં પીડિતા એ દરવાજો ખોલેલો અને ખુબજ ડરી ગયેલા હતા જેથી પીડિતાની ફ્રેન્ડ જોડે હોવાથી તેમને ગળેભેટીને રડવા લાગ્યા ત્યારબાદ બંનેને વાત કરવા સમય આપેલ ત્યારબાદ કાઉન્સલિંગ કરેલ તો પીડિતાએ જણાવેલ કે તમને 3 લાખ રૂપિયા નહીં મળે તો પોતે આત્મહત્યા કરી લેશે અને આટલી મોટી રકમ તેમને કોઈ ને દેવાની છે તેવું જણાવેલ તેથી તેઓને કાઉન્સલિંગ માટે તેમની માતા સાથે ફોન પર ચર્ચા કરેલ ઉપરાંત માતા એ જણાવેલ કે હું આજે જ નીકળું છું કાલે આવીને તેના આર્થિક પ્રશ્ન બાબતે નિરાકરણ લાવશે જેથી પીડિતા શાંત પડેલ, પીડિતાને હાલ એકલા મુકવા યોગ્ય લાગતું ન હોવાથી તેમને આશ્રય અને લાંબા ગાળાના કાઉન્સિલિંગ માટે મહિલાલક્ષી સંસ્થા વિશે માહિતગાર કરેલ પરંતુ પીડિતાને તેની ફ્રેન્ડ સાથે ફ્રેન્ડ ના ઘરે જવુ હોવાથી તેમજ પીડિતાની માતાને ફોન પર જણાવેલ અને માતાની મંજૂરી થી ફ્રેન્ડ ને સોંપેલ અને બંનેને કોઈ પણ સમયે જરૂર પડે 181 ની મદદ લઈ શકે છે તેવું જણાવેલ ત્યારબાદ પીડિતા ની માતા અને ફ્રેન્ડ દ્વારા 181 ટીમનો આભાર વ્યક્ત કરેલ
9662147186
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.