સરલા પંચાયત ના સતાધિશો થી ત્રસ્ત ગોરધનભાઈ પ્રજાપતિ નો પ્રશ્ન સ્વાગત કાર્યક્રમ માં ગુંજયો - At This Time

સરલા પંચાયત ના સતાધિશો થી ત્રસ્ત ગોરધનભાઈ પ્રજાપતિ નો પ્રશ્ન સ્વાગત કાર્યક્રમ માં ગુંજયો


*સરલા ગ્રામ પંચાયતના સતાધિશો થી ત્રસ્ત ગોરધનભાઈ પ્રજાપતિ નો પ્રશ્ન સ્વાગત કાર્યક્રમ માં ગુંજયો*

*પાણી ની પાઈપલાઈન રીપેરીંગ ન કરવાથી રહેણાંક મકાનમાં લાખો રૂપિયાનુ નુકસાન*

મુળી ના સરલા ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી સામે પીવાની પાઈપલાઈન જાણી જોઈ ને રીપેરીંગ કરવામાં આવતી નથી આ બાબતે છેલ્લા દોઢેક વર્ષ થી સતત લડત આપતા સરલા ના રહીશ ગોરધનભાઈ પ્રજાપતિ આ પંચાયત સતાધિશો થી તંગ આવી જ‌ઈ આત્મવિલોપન ની ચિમકી અગાઉ આપી ચુકયા હતા ત્યારે તંત્ર દ્વારા આ કામ તાત્કાલિક ધોરણે પંચાયત ને કરવા હુકમ સાથે લેખિતમાં આપેલ પરંતુ સરપંચ દ્વારા પક્ષપાત કરી આ કામ કરતાં ન હોય અને તેઓ ના મકાનમાં પાઈપલાઈન નું પાણી સતત ઉતરતા મોટી મોટી તિરાડો પડી જવા પામી છે અને આખું મકાન ડેમેજ થઈ જવા પામેલ છે તે ગમે ત્યારે ધરાશય થાય તેમ છે અને કોઈ જિવહાની થશે કે અકસ્માત થશે તો સરલા ગ્રામ પંચાયતના સરપંચ તલાટી ની સંપૂર્ણ જવાબદારી રહેશે સાથે ઓનલાઇન મુખ્યમંત્રી કાર્યાલય સુધી ફરિયાદ નોંધવવામા આવી હતી જેનો સમાવેશ સ્વાગત કાર્યક્રમ તાલુકાકક્ષાએ થતા ઉચ્ચ અધિકારી સમક્ષ અરજદાર દ્વારા ઉગ્ર રજુઆત કરવામાં આવતાં આજે આ પ્રશ્ન ગુંજયો હતો જેમાં આવતીકાલે સર્કલ ઓફિસર સ્થળ તપાસ કરી તાત્કાલિક ધોરણે આ પ્રશ્ન હલ કરવા માટે આદેશ આપવામાં આવેલ છે તેઓએ જણાવેલ કે મારું આખું મકાન ડેમેજ થઈ ગયેલ છે અનેક વખત મામલતદાર મુળી તાલુકા વિકાસ અધિકારી ને લેખિત રજુઆત કરવામાં આવી છે પરંતુ આ બાબતે આજદિન સુધી કોઈ કાર્યવાહી કરવા માં આવી નથી અને અમોને લાખો રૂપિયાનુ નુકસાન આ પાણી ની પાઈપલાઈન લીકેજ થી થવા પામેલ છે પાઈપલાઈન ૪૦ વર્ષ થી બદલવામાં આવી નથી કે રીપેરીંગ કામ કરવામાં આવતી નથી ત્યારે ગાંધીનગર થી આદેશ છુટતા અધિકારી ઓમા દોડાદોડી જોવા મળી હતી


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.