વિછીયા પંથકના મોટા માત્રા ગામે રહેતા માલાભાઈ કરસનભાઈ બેરાણી નામના ખેડૂત પ્રૌઢનું વાડીએ દવા છટકાવ દરમિયાન ઝેરી અસર થતા મોત થયું
માહિતી અનુસાર ગઈકાલે બપોરે માલાભાઈ બેરાણી પોતાની વાડીએ શાકભાજીમાં દવા છાંટતા હતા ત્યારે ઝેરી દવા શ્વાસમાં ચડી જતા બેભાન વશ થઈ ગયા હતા જેથી તાત્કાલિક ધોરણે વિછીયા અને ત્યાથી જસદણ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારબાદ વધારે સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને રાત્રે દમ તોડી દેતા રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે તેઓ મરણ પામ્યા હતા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.