સોનાક્ષીનો હાથ માગતી વખતે પરસેવો છૂટી ગયો હતો:ઝહીર ઈકબાલે કહ્યું,’શત્રુઘ્ન સિંહાને મળતા સમયે હું ધ્રૂજી રહ્યો હતો, મને ડર હતો કે તેઓ મને ‘ખામોશ’ ના કહી દે’
સોનાક્ષી સિંહા અને ઝહીર ઈકબાલે 23 જૂને મુંબઈમાં રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા. હવે એક ઈન્ટરવ્યુમાં બંનેએ લગ્ન અને તેમના સંબંધો સાથે જોડાયેલી કેટલીક વાતો શેર કરી છે. ઝહીરે જણાવ્યું કે જ્યારે તે પહેલીવાર સોનાક્ષીનો હાથ માંગવા શત્રુઘ્ન સિંહા પાસે ગયો ત્યારે તે ખૂબ જ નર્વસ હતો અને ડરથી ધ્રૂજી રહ્યો હતો. ઝહીરે કહ્યું કે, તે વિચારી રહ્યો હતો કે જો શત્રુઘ્ન સિંહા ના કહેશે તો તે શું કરશે કારણ કે તેણે સોનાક્ષીને પ્રપોઝ કરવા માટે પહેલેથી જ એક વીંટી ખરીદી હતી. એક ઈન્ટરવ્યુમાં ઝહીરે કહ્યું, 'જ્યારે હું લગ્નના પ્રસ્તાવ માટે સોનાક્ષીના પિતા શત્રુઘ્ન સિંહાને મળ્યો ત્યારે હું ખૂબ જ ડરી ગયો હતો, હું ધ્રૂજતો હતો અને વિચારતો હતો કે મારે વાત કરવી જોઈએ અને તે મને 'ખામોશ' કહેશે તો?. મેં તેમને ડર સાથે કહ્યું, અંકલ ખરેખર તો સોનાએ તમને કહ્યું જ હશે કે અમે બંને…. તેમણે જવાબ આપ્યો, હા તેણે જણાવ્યું છે. ઝહીરે વધુમાં જણાવ્યું કે તેણે શત્રુઘ્ન સિંહાને કહ્યું હતું કે જો તે તેને કંઈપણ પૂછવા ઈચ્છે તો પૂછી શકે છે. ઝહીરે કહ્યું, 'આ પછી તેમણે મારી સાથે લગભગ એક કલાક વાત કરી જેમાં ઘણી બધી બાબતો પર ચર્ચા થઈ પરંતુ તેમણે મારી સાથે ખૂબ જ સારો વ્યવહાર કર્યો.' સોનાક્ષી-ઝહીરના લગ્ન 23 જૂનના રોજ થયા હતા
સોનાક્ષી અને ઝહીરે હિંદુ અને મુસ્લિમ રીતિ-રિવાજ મુજબ લગ્ન કર્યા વિના 23 જૂને રજિસ્ટર્ડ લગ્ન કર્યા હતા. આ પછી, તેણે 23 જૂનની રાત્રે મુંબઈના બાસ્ટન રેસ્ટોરાંમાં લગ્નનું રિસેપ્શન આપ્યું હતું જેમાં સલમાન ખાન, રેખા, કાજોલ સહિત ફિલ્મ ઉદ્યોગના ઘણા મોટા સ્ટાર્સે હાજરી આપી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.