શામળાજી કોલેજમાં ઉમાશંકર જોશીની જન્મજયંતી ઊજવવામા આવી - At This Time

શામળાજી કોલેજમાં ઉમાશંકર જોશીની જન્મજયંતી ઊજવવામા આવી


આર્ટ્સ કોલેજ શામળાજીમાં ઉમાશંકર જોશીની જન્મ જયંતીની ઉજવણી કરાઈ હતી. ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો. ડી. સી. પટેલે ઉમાશંકર જોશીના જીવન અને સાહિત્ય સર્જન વિશે વાત કરીને કાર્યક્રમની ભૂમિકા બાંધી આપી હતી. કાર્યક્રમના મુખ્ય વક્તા ડો.એમ.એમ વ્યાસે ઉમાશંકર જોશી વિશેના પોતાના વ્યાખ્યાનમાં જણાવેલ કે, તેમના જીવનનો અનુભવ, જીવનનો હકાર, જીવનનો સાક્ષાત્કાર તેમના સર્જનમાં પડઘાય છે. તેમણે કાવ્યનું પઠન કરીને કહ્યું કે, તેમની કવિતા આત્માની વાણી છે. ત્યારબાદ વિદ્યાર્થીઓને ઉમાશંકર જોશીના જીવન પર બનેલી શોર્ટ ફિલ્મ બતાવીને પણ માહિતગાર કરાયા હતા. આ કાર્યક્રમ પ્રિ.ડો.એ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. સમગ્ર કાર્યક્રમનું આયોજન ડો.જાગૃત્તિ પટેલે કર્યુ હતું.


9601289607
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.