જીમના શોખ પુરા કરવા ભાજપ આગેવાનના પુત્ર પાર્થ મકવાણાએ બુટલેગરના પુત્ર સાથે મળી ડ્રગ્સનો ધંધો શરૂ કર્યો ’તો
રાજકોટ શહેરને ઉડતા પંજાબ બનાવે તે પહેલાં જ એસઓજીની ઝાંબાઝ ટીમે ભક્તિધામ સોસાયટીમાં દરોડો પાડી 98.54 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે જસદણ તાલુકા ભાજપના આગેવાનના પુત્ર પાર્થ મકવાણા અને રાજકોટના બુટલેગરના પુત્ર સાહિલ સોઢાને દબોચી લઈ કુલ રૂ.10.05 લાખનો મુદામાલ કબ્જે કરી સઘન પૂછતાછ હાથ ધરી હતી.
જીમના શોખ પુરા કરવાં મુંબઈથી લાખો રૂપિયાનું ડ્રગ્સ ખરીદી રાજકોટ લાવી એક ગ્રામની પડીકી રૂ.2500 માં વેંચી બંને શખ્સો મોટા પેડલર બની ગયાં હોવાનું ખુલ્યું હતું. દરોડાની વિગત મુજબ, શહેર પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા એ શહેર વિસ્તારના યુવાનો નશાના રવાડે ન ચડે તે માટે નાર્કોટિક્સ પદાર્થોનું વેંચાણ અટકાવવા ’SAY NO TO DRUGS’ મિશન અંતર્ગત પેડલરો વિરૂદ્ધ કાર્યવાહી કરવાની આપેલ સૂચનાથી એસઓજી પીઆઈ જે.એમ.કૈલા ની રાહબરીમાં ટીમ પેટ્રોલિંગમાં હતી.
ત્યારે હેડ કોન્સ્ટેબલ ઘનશ્યામસિંહ પ્રતાપસિંહ, ઉપેન્દ્રસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ હાર્દિકસિંહ જગતસિંહને 150 ફૂટ રીંગરોડ પર અમૃત સાગર પાર્ટી પ્લોટ પાસે ભક્તિધામ એપાર્ટમેન્ટ ફ્લેટ નં.19 માં ડ્રગ્સનું વેંચાણ થાય છે, તેવી ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી ફ્લેટમાંથી તેમાં રહેતાં પાર્થ દેવકુ મકવાણા (ઉ.વ.21) અને તેના મિત્ર સાહિલ ઉર્ફે નવાબ અયુબ સોઢા (ઉ.વ.24),(રહે. ખોડીયારનગર શેરી નં.15, હૈદરી મસ્જિદની પાછળ) ની ધરપકડ કરી ફ્લેટમાંથી મેફેડ્રોન ડ્રગ્સ 98.54 ગ્રામ રૂ.9.85 લાખ, બે આઈફોન, બે વજન કાંટા, વેક્યુમ કોથળી -107 મળી કુલ રૂ.10.05 લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, પાર્થ મકવાણા મૂળ જસદણનો વતની છે અને તે અહીં રહી બીસીએનક અભ્યાસ કરે છે. તેમજ તેના પિતા નિવૃત શિક્ષક અને જસદણ તાલુકા અનુ. જાતીના મહામંત્રી હતાં. તેમજ તેમની સાથેનો સોહિલ ધો.9 પાસ છે અને તેના પિતા અયુબ સોઢા બુટલેગર છે. બંનેએ સાથે મળી થોડા સમય પહેલાં ડ્રગ્સનો વેપલો શરૂ કર્યો હતો અને મુંબઈથી તેઓ ત્રીજી વાર ડ્રગ્સ લઈ આવ્યાં હતાં અને રાજકોટમાં એક ગ્રામની પડીકી રૂ.2500 માં વેંચતા હોવાનું ખુલ્યું હતું. કમાણીના મોટા ભાગના રૂપીયા તેઓ જિમ પાછળ વાપરતાં હતાં.
બોડી બિલ્ડર બંને શખ્સો જીમમાં જ પડ્યા રહેતા હતાં
ડ્રગ્સ સાથે પકડાયેલા પાર્થ અને સાહિલ બોડી બનાવવાના શોખીન હતાં અને તેઓ બપોરે ત્રણ વાગ્યે ઉઠતાં હતાં. બાદમાં બંને ચારથી નવ સુધી જીમમાં બોડી બનવવા જતાં હતાં. નવ વાગ્યા બાદ બંને ગ્રાહકોની રાહમાં બેઠા હોય છે. નક્કી કરેલ ગ્રાહકોને તેઓ રાતના ત્રણ વગ્યા સુધી ડ્રગ્સ આપતાં હતાં. એક ગ્રામે તેઓ રૂ.700 જેટલી કમાણી કરતાં હતાં.
કોરોનાકાળ દરમિયાન સાહિલ સોઢા ડ્રગ્સનો બંધાણી થયો હતો. બાદમાં તેમને જાણ હતી કે ડ્રગ્સના બંધાણી કોણ કોણ છે. હવે તેને પેડલર થવું હતું. જેથી તેમને પાર્થ મકવાણાનો સંપર્ક કરી તેમને રૂપિયાનું રોકાણ કરવા માટેનું કહીં બંને ભાગીદાર બન્યાં હતાં અને બંને મુંબઈ પહોંચ્યા હતાં. જ્યાંથી ડ્રગ્સ લઈ વેંચી બાદમાં ત્રીજી વાર ડ્રગ્સ લઈ આવી પહોંચ્યા ત્યાં જ એસઓજીએ પકડી પાડ્યા હતાં. ત્યાં તો બંને પેડલર બની ચુક્યા હતાં.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.