સંભવિત કોલેરા તથા રોગચાળો ફેલાતો અટકાવવા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હુકમ જારી
રાજકોટ તા. ૨૩ જુલાઈ - શહેરના લોહાનગર, રેલ્વે ક્રોસીંગ પાસે, ગોંડલ રોડ વિસ્તારમાં સંભવિત કોલેરાના કેસો સામે આવ્યા હોવાથી લોકોનું સ્વાસ્થ્ય ન જોખમાય અને રોગચાળો ફેલાતો અટકે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી પ્રભવ જોષી દ્વારા લોહાનગર, રેલ્વે ક્રોસીંગ પાસે, ગોંડલ રોડ વિસ્તાર તથા આજુબાજુના ૨ કિ.મી. વિસ્તારમાં ખાણીપીણીની દુકાનો, લારી-ગલ્લા, સ્ટોલ, શેરડીના રસના ચીચોડા, ફળોના ટુકડા કરી તેનું વૈચાણ કરવું તેમજ બરફ અને બરફમાંથી બનતી ખાદ્ય ચીજોના વેચાણ પર પ્રતિબંધિત હુકમ જારી કરાયો છે. જે મુજબ તા.૦૪/૦૯/૨૦૨૪ સુધીના સમયગાળા માટે નીચે દર્શાવ્યા મુજબની સુચનાઓનો ચુસ્તપણે અમલ કરવા હુકમ કર્યો છે.
બરફના કારખાનેદારોએ બરફ બનાવવા પીવાલાયક પાણી જ વાપરવાનું રહેશે. ખાદ્યપદાર્થ બનાવવા કે ઠંડા પીણા માટે બરફનો સીધો ઉપયોગ કરી શકાશે નહી. પાણી મેળવવા માટે નળ કનેક્શનના સ્થળે ખાડા ખોદી પાણી મેળવવામાં પાણી દુષિત થવાની શક્યતા રહેલ હોય ખાડા ખોદી પાણી ન મેળવવું. શહેરના તમામ મકાનોમાં આવેલ ઓવરહેડ અને અંડરગ્રાઉન્ડ પાણીની ટાંકી સાફ કરાવી લેવી. અને પીવાનું પાણી કલોરીનેશન કર્યા બાદ જ ઉપયોગમાં લેવું.
ખાદ્ય પદાર્થના ધંધાર્થી તેમજ વેપારીઓએ ફરસાણ, મીઠાઈ, ગોળ, ખજુર તથા અન્ય કોઈ ખાદ્યપદાર્થો ખુલ્લા ન રાખવા.
શાકભાજી / ફળફળાદિના ધંધાર્થીઓએ શાકભાજી કે ફળફળાદી કાપીને ખુલ્લા ન રાખવા કે તેવી વસ્તુઓનું ટુકડા કરી વેંચાણ ન કરવું.
શહેરના તમામ ખાણીપીણીના સ્થળો, હોટલ, રેસ્ટોરન્ટ, મીઠાઈ / ફરસાણની દુકાન, ભોજનાલય વગેરેમાં સ્વચ્છતાના ઉચ્ચ ધોરણો જાળવવા. ખાણીપીણીની વસ્તુઓ વેંચતા, હરતા-ફરતા કે સ્થાપી લારી-ગલ્લાવાળા તેમજ દુકાનદારોએ આવા ખાદ્ય પદાર્થોને યોગ્ય રીતે ઢાંકવા, કાચની પેનલ લગાવી અથવા માખી ન પ્રવેશી શકે તેટલી બારીક વાયરનેટ લગાવી
ખાદ્ય પદાર્થ ફરજીયાત ઢાંકી રાખવા, તેમજ તમામ ખાદ્યપદાર્થ પેપરડીશમાં જ પીરસવા. બરફ, ગોલા તથા ગુલ્ફીમાં માવાના વેંચાણ પર તાત્કાલીક પ્રતિબંધ મુકવામાં આવે છે. શેરડીનો રસ, બરફના ગોલાનું વેંચાણ ડીસ્પોઝીબલ ગ્લાસમાં જ કરવાનું રહેશે.
9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.