"હમ રહે ન રહે દિન ચાર માં ભારતી તેરા વેભવ અમર રહે" કારગિલ યુધ્ધ વિજય દીને ઘૂષણખોર ને જડબાતોડ જવાબ આપનાર જાંબાઝ વીર શહીદો ને વીરાજંલી "ગુજરાત નાં ૧૨ જવાનો વીરગતિ પામ્યા હતા" - At This Time

“હમ રહે ન રહે દિન ચાર માં ભારતી તેરા વેભવ અમર રહે” કારગિલ યુધ્ધ વિજય દીને ઘૂષણખોર ને જડબાતોડ જવાબ આપનાર જાંબાઝ વીર શહીદો ને વીરાજંલી “ગુજરાત નાં ૧૨ જવાનો વીરગતિ પામ્યા હતા”


"હમ રહે ન રહે દિન ચાર માં ભારતી તેરા વેભવ અમર રહે"

કારગિલ યુધ્ધ વિજય દીને ઘૂષણખોર ને જડબાતોડ જવાબ આપનાર જાંબાઝ વીર શહીદો ને વીરાજંલી

"ગુજરાત નાં ૧૨ જવાનો વીરગતિ પામ્યા હતા"

દેશ માં ઘુષણખોરો સામે ની જંગ માં શહીદ વીર જવાનો ને વિરાજંલી ૨૬ જુલાઈ ૧૯૯૯ કારગીલ યુદ્ધ વિજય દિન શહીદોને શ્રદ્ધાંજલિ કારગિલની ભૌગોલિક સ્થિતિ એવી છે કે દુશ્મનોની ગોળી કરતાં પણ વધુ આકરી ભોગોલિક સ્થિતિ બાથ ભીડનાર ભડવીર જવાનો એ હિમાલય દુર્ગમ પર્વતમાળા બે પર્વતો વચ્ચે ચારથી પાંચ હજાર ફૂટ ઊંડી ખીણ પર્વતોની ધારો તીક્ષ્ણ કપરા ચઢાણો ખીલો અને ઢોળાવોમાં બરફના મહાકાય ખડકો વહેડાવતી હિમ નદીઓ બરફ મોટા પથ્થરો ખડકોમાંથી પડતા ભયાનકતા ૧૦-૧૨ હજાર ફૂટની ઊંચાઈ પછી માત્ર પગદંડી ઓ જ વળી તેમાંય પચાસ-સો ફૂટ ઊંચા દીવાલ જેવા ખડકો જવાનોની હિંમત સામે પડકાર જનક શિખરે શિખરે ઉષ્ણતામાન ભિન્ન ભિન્ન ઉનાળામાં પણ શૂન્ય ડિગ્રીથી પણ નીચું તાપમાન રહે છે સો કિ.મી. ઝડપે સતત પવન ફૂંફાડા મારતો હોય છે પ્રાણવાયુ અલ્પ પ્રમાણમાં હોય છે હવાનું દબાણ પણ ઓછું હોય છે આ બધી સ્થિતિમાં જવાનોની આકરી કસોટી થાય છે આ વિષમતા ભરી સ્થિતિ માં જવાનો એ પોતાની સાથે ૨૦ કિલો જેટલો વજન સરંજામ વગેરે ઊંચકી ને જવાનો દુશ્મનની ગોળીથી ડરતો નથી પણ પર્વતારોહણમાં અવરોધરૂપ અન્ય પરિબળોનો પણ સામનો કરવાનો હોય છે આ વિષમ પરિસ્થિતિમાં યુદ્ધની વ્યૂહરચના પણ કુદરતી સંજોગો પ્રમાણે બદલાતી રહે છે કારગિલ ક્ષેત્રમાં યુદ્ધનું વાતાવરણ પૂરજોશમાં હતું ભારતીય સૈન્ય વળતો મુકાબલો કરીને પાકિસ્તાની ઘૂસણખોરોને ગોઠણો ટેકવીને ગરદન ઝુકાવીને ભગાડી રહ્યું હતું આ યુદ્ધ મોરચે ગુજરાતના ૧૨ નવલોહિયા જવાનોએ દેશની રક્ષા કાજે ફનાગીરી વહોરી લીધી.આપણા આ વીર સપૂતોને શહીદ કરનાર પાકિસ્તાની ત્રાસવાદી ઓને ખતમ કરી જવાનોની શહીદીનો બદલો લેવા નવયુવાનો થનગની રહ્યા છે એક બાજુ ગુજરાતના વીર નરબંકાઓના પાર્થિવ દેહ આવી રહ્યા હતા. તેમની કુરબાની, ગૌરવગાથાથી જુસ્સો વધી રહ્યો હતો. આ સમયે આણંદ જિલ્લાના દહેવાણ ગામના અરવિંદ ગણપતસિંહ પરમાર, ભેટાસી ગામના રણજીતસિંહ કાળુભા રાજ, બોદાલ ગામના બિપીનકુમાર મોહનલાલ પટેલ, વડોદરા જિલ્લાના પીપલદા ગામના હકલસિંહ રાઠવા અને રાજકોટ જિલ્લાના જીકીયાળી ગામના જયસુખભાઈ બાવરવા એમ પાંચ જવાનો કારગીલ મોરચો સંભાળવા નીકળી પડયા. ધન્ય છે આ વીર જવાનોને.આમ તો લશ્કરની ત્રણેય પાંખમાં ગુજરાતના બધા મળીને ૧૭૦૦ થી ૧૮૦૦ યુવાનો સૈનિક અને અફસરો છે ઘણા ઓછાને ખબર હશે કે ગ્રેનેડિયર્સ રેજિમેન્ટની સાતમી પલટન ગુજરાતી છે જેમાં કચ્છ-સૌરાષ્ટ્રના જવાનો છે સ્વતંત્રતા પછી ગુજરાતના રજવાડાના નાના લશ્કર માંથી ચુનંદા રાજપૂતો ને પસંદ કરી એક ઊંટસવાર પલટન રચાઈ હતી, જેનું પછીથી પાયદળમાં રૂપાંતર થઈ ગયું છે ૨૬ મી જુલાઈ ૧૯૯૯ના રોજ કારગિલમાં વિજય મળતાં પાકિસ્તાન ધોબીપછાડ ખાધા પછી ભાગી રહ્યું હતું, ત્યારે ભારતીય જવાનોએ દુર્ગમ સરહદ ઉપર વિજય મેળવ્યો તે જવાંમર્દીને લાખો નમન કરવાનું મન થઈ જાય અરે, બંદૂક અમારી શાન છે તેવું કહેનાર વીરગતિ પામેલા જવાનોની શહાદતને અંજલિ આપવા ઉગ્રવાદીઓને પણ ફરજ પડે તેવી શાન છે ૨૫ વર્ષ પહેલાં વીર શહીદ જવાનો નો જુસ્સા થી જીત સમગ્ર દેશ ને સુરક્ષા સાથે હમ રહે ન રહે દિન ચાર માં ભારતી તેરા વેભવ અમર રહે
નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.