પોરબંદરમાં સ્થળાંતરિતો માટે તમામ પ્રકારની સુવિધાઓ સંસ્થાઓ દ્વારા કરાવાઈ ઉપલબ્ધ
*પોરબંદરમાં સ્થળાંતરિતો માટે તમામ પ્રકારની સુવિધાઓ સંસ્થાઓ દ્વારા કરાવાઈ ઉપલબ્ધ*
*પોરબંદર તાલુકા રેડ ક્રોસ સોસાયટીના પ્રમુખ રામદેવભાઈ મોઢવાડિયા અને પાયોનીયર ક્લબ સાગર પુત્ર સમન્વય ના પ્રમુખ પ્રવીણભાઈ ખોર આવા સહિત તેમની ટીમ દ્વારા તમામ પ્રકારની કરવામાં આવી રહી છે મદદ: વહીવટી તંત્ર સાથે ખડે પગે રહીને યુવાનો બજાવી રહ્યા છે ફરજ*
પોરબંદર શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે સ્થળાંતર કરવામાં આવ્યુ હોય તેવા હજારો લોકોને તમામ પ્રકારની સુવિધાઓ શહેરની સામાજિક સંસ્થાઓ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
પોરબંદર જિલ્લામાં થયેલ ભારે વરસાદના કારણે પાણી ભરાયેલા વિસ્તારના લોકો માટે શેલ્ટરહાઉસમાં સાત્ત્વિક ભોજન, ચા-પાણી નાસ્તો અને આરોગ્યલક્ષી સુવિધા અપાઈ છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આશ્રયસ્થાનોમાં જ્યાં સુધી પાણી ન ઉતરે ત્યાં સુધી અસરગ્રસ્તો માટે વિશેષ વ્યવસ્થાઓ કરાઇ છે. પોરબંદર જિલ્લામાં થયેલ વરસાદ અને ઉપરવાસમાંથી આવતા વરસાદી પાણીની સ્થિતિમાં જિલ્લા પ્રશાસન તંત્ર દ્વારા અસરગ્રસ્ત વિસ્તારમાં પણ શેલ્ટરહાઉસ ઉભા કરવામાં આવ્યા છે. અહી સ્થળાંતરીત કરાયેલા લકો અને અસરગ્રસ્ત વિસ્તારમાં પણ લોકોની સહાયતા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ભોજન સહિતની સહાયતા પૂરી પાડવામાં આવી રહી છે.સેવાભાવી સંસ્થાઓના સહયોગથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભોજન અને આરોગ્યલક્ષી સુવિધા ઉપલબ્ધ કરાય છે. વાંઝા દરજી સમાજ, ઝુંડાળા, એમ.ડી. સાયન્સ કોલેજ, કડિયાપ્લોટ પ્રાથમિક શાળા, બોખીરા કુમાર શાળા, જ્યુબેલી, ખાપટ પે. સેન્ટર, શાળા સહિતના સ્થળોએ અસરગ્રસ્તોને અપાયેલ આશ્રયમાં સંસ્થાઓના સહયોગથી વહીવટી તંત્રએ બપોર અને સાંજ માટે ભોજનની વિશેષ વ્યવસ્થા કરી છે. અસરગ્રસ્તોની વહારે જિલ્લા વહીવટી તંત્ર સતત ખડે પગે રહ્યું છે.
પોરબંદર રેડ ક્રોસ સોસાયટીના તાલુકાના પ્રમુખ રામદેવભાઈ મોઢવાડિયા તથા સેવાભાવી સંસ્થાના અગ્રણી પ્રવીણભાઈ ખોરાવાના જણાવ્યા મુજબ કલેકટર જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહી પાયોનીયર કલબ અને રેડક્રોસ સોસાયટી દ્વારા લોહાણા મહાજનવંડી ખાતે દરરોજ ૧૦૦૦ ફૂડ પેકેટ બોખીરા, છાંયા અને રાજીવનગર વિસ્તારમાં ફૂડ પેકેટ વિતરણ કરાયા છે. રત્નસાગર હોલમાં બપોર અને સાંજે ફૂડપેકેટ તૈયાર કરી વિતરણ કરવાની કામગીરી કરાઈ હતી. રવિવારે ૭૦૦ જેટલા ફૂડ પેકેટ વિતરણ કરવામાં આવ્યા હતા. અન્ય શેલ્ટર હાઉસમાં પણ બીજી સંસ્થાઓ, સેવા સમિતિના કાર્યકરોના સહયોગથી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા અસરગ્રસ્તો માટે પૂરતા ભોજનની સગવડો પૂરી પાડવામાં આવી રહી છે. આશ્રયસ્થાનોમાં આરોગ્યતંત્ર તબીબી સ્ટાફ દ્વારા નિયમિત આરોગ્યની તપાસણી કરવામાં આવી રહી છે.પોરબંદરમાં પડેલ અતિભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોના ઘરોમાં પાણી ઘુસી ગયા હતા. જેથી સલામતી માટે લોકોનું સ્થળાંતર જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરવામા આવ્યું હતું. જિલ્લા વહીવટી તંત્રએ શેલ્ટર હાઉસ ઉભા કરી લોકોનું સ્થળાંતર કરી તેમના માટે વિશેષ વ્યવસ્થા કરી છે. જેમાં રામદેવભાઈ મોઢવાડિયા અને પ્રવીણભાઈ ખોરાવા સહિત તેમની ટીમ દ્વારા તમામ પ્રકારની મદદ કરવામાં આવી રહી છે.
પોરબંદર જિલ્લા કલેક્ટર શ્રી લાખાણી સાહેબના માર્ગદર્શન હેઠળ આશ્રયસ્થાનોમાં રહેતા શહેરીજનો માટે આરોગ્યપદ (હાઇજેનિક ફૂડ) ગુણવત્તાનો સૂકો નાસ્તો આપવા માટે પોરબંદર માં સેવા કાર્ય માટે સદા અગ્રેસર અને સેવાના સારથી એવા પાયોનિયર ક્લબ પોરબંદર,સાગરપુત્ર સમન્વય અને લાયન્સ ક્લબ ઓફ પોરબંદર"બાપુ" ના પ્રમુખશ્રી પ્રવીણભાઈ ખોરાવા અને રેડક્રોસ સોસાયટી -પોરબંદર તાલુકા શાખાના સ્થાપક પ્રમુખશ્રી રામદેવભાઈ મોઢવાડીયા દ્વારા પોરબંદર ના પ્રખ્યાત મુરારી ફરસાણમાં બનેલ હાઇજેનિક ફૂડ ચેવડો તથા ચવાણું ના 1000 સુકા નાસ્તા ના ફૂડ પેકેટ તૈયાર કરી અલગ અલગ વિસ્તારમાં જ્યાં નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોનું સ્થળાંતર કરીને આશ્રયસ્થાનોમાં રહેતા આશ્રિતો ને આ ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ફૂડ પેકેટની કામગીરીમાં નરેશભાઈ થાનકી,હરજીવનભાઈ કોટીયાજ્યેન્દ્રભાઈ ખુંટી, ધર્મેશભાઈ પરમાર,અતુલભાઈ કારીયા,હાર્દિક થાનકી,દેવવ્રત જોશી વગેરેએ જહેમત ઉઠાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.