પોરબંદર જિલ્લામાં પડેલ ભારે વરસાદનાં કારણે થયેલ નુકશાનીનું સર્વે કરાવી વળતર ચૂકવવા બાંધકામ સમિતિના પૂર્વ અધ્યક્ષ ભુરાભાઈ કેશવાલાએ માંગ કરી
પોરબંદર જિલ્લામાં પડેલ ભારે વરસાદનાં કારણે થયેલ નુકશાનીનું સર્વે કરાવી વળતર ચૂકવવા બાંધકામ સમિતિના પૂર્વ અધ્યક્ષ ભુરાભાઈ કેશવાલાએ માંગ કરી
પોરબંદર જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલ ભારે વરસાદનાં કારણે અનેક ગામોમાં હોનારત જેવી સ્થિતિ સર્જાઈ છે અને અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ ગયેલ છે અને તમામ ઘરનો સામાન પલળી ગયેલ છે તેમજ ખેતરોમાં વાવેલ પાકોનો પાણી ભરાવાથી નાશ થયેલ છે અને અનેક ખેતરો વધુ પાણી આવવાથી ધોવાણ થઈ ગયેલ છે તેમજ અનેક લોકોનાં પશુઓ તણાઈ જવા પામેલ છે અને હજુ પણ વરસાદ પડી રહયો છે. હાલ અનેક લોકો સ્થળાંતર કરી રાખવામાં આવેલ છે અને તંત્ર દ્વારા પણ લોકો હેરાન ન થાય તે માટે પુરતી તકેદારી રાખવામાં આવી રહી છે અને આગેવાન લોકો દ્વારા પણ જરૂરીયાત મંદોને પુરતી મદદ કરવામાં આવી રહી છે. પરંતુ હજુ ઘરોમાં પાણી ભરાયેલ હોવાથી લોકો પોતાના ઘરોમા જઈ શકતા નથી તો આવા સમયે મારી સરકારને વિનંતી છે કે ખેડુતોને નિષ્ફળ ગયેલ વાવેતરો અને ધોવાણ થઈ ગયેલ હોય તેવા ખેડેતોનું સર્વે થાય અને જે ઘરોમાં પાણી આવી જવાથી ઘરવખરી અનાજ કે પશુઓની જે મોટી નુકશાની થયેલ છે તે તમામ નુકશાનીનું સર્વે કરાવી અને તાત્કાલીક વળતર ચૂકવવામાં આવે જેથી લોકો પોતાનું થયેલ નુકશાનમાંથી ઉભા થઈ શકે અને પોતાનું ગુજરાન ચલાવવામાં મદદ મળે નહીં તો અને લોકોની હાલત ખરાબ થઈ શકે છે. તો આ બાબતે આપ સાહેબશ્રીને મારી નમ્ર વિનંતી છે કે લોકોને થયેલ તમામ નુકશાનીનું તાત્કાલીક વળતર ચૂકવવા આપ સાહેબશ્રીને મારી ભલામણ સહ વિનંતી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.