મુળી ના લીયા ગામે ચાંદીપુરા નો શંકાસ્પદ કેસ મળી આવતાં ફફડાટ - At This Time

મુળી ના લીયા ગામે ચાંદીપુરા નો શંકાસ્પદ કેસ મળી આવતાં ફફડાટ


*મુળી તાલુકાનાં લિયા ગામે ચાંદીપુરા નો શંકાસ્પદ કેસ મળી આવતાં ફફડાટ*

સમગ્ર રાજ્યમાં ચંદીપુરમ રોગ નો હાહાકાર મચાવ્યો છે ત્યારે મુળી તાલુકાનાં લિયા ગામમાં 8 વર્ષીય બાળકનો શંકાસ્પદ કેસ જોવા મળ્યો છે. જેમાં બાળક ને 3 દિન સુધી સતત તાવ આવ્યો હતો. જેમાં ન્યુરોલોજીકલ લક્ષણો જોવા મળ્યા નથી.જેમાં અત્યારે બાળકની સારવાર ક્રિસ્ટલ હોસ્પીટલ રાજકોટ ખાતે થઈ રહી છે. બાળકની હાલત સારી છે. સ્ટેબલ છે. તેમજ હોસ્પીટલ ખાતે લેવામાં આવેલ pdu રાજકોટ મારફત મોકલેલ છે. ચાંદીપુરા રોગ નો શંકાસ્પદ કેસ જોવા મળતા ગ્રામજનો માં ભયની લાગણી જોવા મળી હતી. વરસાદી વાતાવરણ માં ભેજનું પ્રમાણ જોવા મળે છે ત્યારે મચ્છરો તેમજ જીવાતોનું પ્રમાણ વધારે જોવા મળતું હોય છે. અને કાદવ કીચડ ના કારણે વાઘજન્યો રોગચાળો વકર્યો છે.ત્યારે આવા રોગો સામે રક્ષણ મેળવવા માટે વાધજન્યો રોગચાળાએ અટકાવવા માટેની કામગીરી કરવી જોઈએ. કાદવ કીચડ વાળા વિસ્તારમાં દવાનો છંટકાવ કરવો જોઈએ. ધેર ધેર જઇને સર્વે કરવો જોઈએ.તેમજ નાના બાળકોને સતત તાવ આવ્યો હોય તો તેની સારવાર કરવી જોઇએ. ગ્રામપંચાય - નગરપાલિકા દ્વારા કાદવ કીચડ વાળા વિસ્તારોમાં સફાઈ અભિયાન હાથ ધરીને રોગચાળા નિયંત્રણ માટેના પગલાંઓ ભરવા જોઇએ.

*રામકુભાઇ કરપડા મુળી*


9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.