ગઢડા તલાટી કમ મંત્રી ની બદલી કરવા માટે ગામજનોએ ડી.ડી.ઓ ને કરી રજુઆત
*મુળી ના ગઢડા ના તલાટી મંત્રી ની બદલી કરવા માટે ગામજનોએ ડી.ડી.ઓ ને રજુઆત કરી*
*સતત ગેરહાજર અને તુમાખીભર્યા વર્તન સામે આક્રોશ*
મુળી ના ગઢડા ગામે છેલ્લા બાર વર્ષ થી એક જ જગ્યાએ ચિપકી રહેલા તલાટી કમ મંત્રી ની બદલી માટે ગામજનો સાથે સ્થાનિક આગેવાન કીશોરભાઈ સોળમીયા એ જિલ્લા વિકાસ અધિકારી ને રજુઆત કરવામાં આવી હતી જેમાં પંચાયત કામ માં ભ્રષ્ટાચાર નો પણ આક્ષેપ તલાટી ઉપર કરવામાં આવેલ છે સતત ગેરહાજરી અને તુમાખીભર્યા વર્તન થી ગામલોકો તંગ આવી ગયા છે તલાટી સામે ભ્રષ્ટાચાર ની અનેક ફરિયાદ થઈ ચુકી હોય તેમછતાં કોઈ તટસ્થ તપાસ આજદિન સુધી કરવામાં આવી નથી એક બાજુ ખનીજ ખનન વહન ગેરકાયદેસર ખાણો બાબતે પણ તલાટી એ ઉચ્ચ કક્ષાએ જાણ કોઈ કરેલ નથી ભુગર્ભ ગટરકામ માં ભ્રષ્ટાચાર થયેલ અને કામ કર્યા વગર નાણાં ચાઉં થયેલ ત્યારે મુખ્યમંત્રી સુધી રજુઆત કરવામાં આવતા આ તપાસ ચોટીલા તાલુકા વિકાસ અધિકારી ને સોપવામાં આવેલ હતી પરંતુ આજદિન સુધી આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં આવેલ નથી ત્યારે ગામજનો સાથે સતત ગેરવર્તણૂક થી આક્રોશ વ્યાપી ગયો છે ત્યારે આ તલાટી ની બદલી માટે લડી લેવાના મુડમાં ગામજનો છે તેમ રજુઆત કર્તા આગેવાન કીશોરભાઈ સોળમીયા એ જણાવ્યું હતું
*રામકુભાઇ કરપડા મુળી*
9825547085
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.