પોરબંદર તાલુકામાં થયેલ ભારે વરસાદના કારણે નુકશાની થયેલ ગામડાઓમાં સર્વે કરી વળતર આપવા તાલુકાના પૂર્વ પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા માંગ કરી - At This Time

પોરબંદર તાલુકામાં થયેલ ભારે વરસાદના કારણે નુકશાની થયેલ ગામડાઓમાં સર્વે કરી વળતર આપવા તાલુકાના પૂર્વ પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા માંગ કરી


પોરબંદર તાલુકામાં થયેલ ભારે વરસાદના કારણે નુકશાની થયેલ ગામડાઓમાં સર્વે કરી વળતર આપવા તાલુકાના પૂર્વ પ્રમુખ પ્રતાપભાઈ કેશવાલા માંગ કરી

પોરબંદર તાલુકામાં ભૌગોલિક દષ્ટ્રિએ બરડા વિસ્તાર અને ઘેડ વિસ્તારનો સમાવેશ થાય છે જેમાં પોરબંદર તાલુકામાં બરડા વિસ્તારમાં આવેલ બરડા સાગર ડેમની નીચે આવતા ગામડાઓ, મેઢાક્રીક ડેમની નીચે આવતા ગામડાઓ તથા વર્તુ-ર અને સોરઠી ડેમની નીચે આવતા ગામડાઓમાં ભારે વરસાદના લીધે ઘોડાપુર આવતા ખેડુતોનો પાક નિષ્ફળ ગયેલ હોય અને અન્ય ઘણાં પોરબંદર તાલુકાના ગામડાઓમાં પણ પાણી ભરાઈ જતાં પાક નિષ્ફળ ગયેલ હોય અને ઘાસચારો પણ પલળી ગયેલ છે. અને ઘેડ વિસ્તારમાં જે ગામડાઓનો સમાવેશ થાય છે તેમાં ઉપરવાસ ભાદર, મીણસાર, ઓઝત અને મધુવંતી જેવી તમામ નદીઓના ઘોડાપુર આવેલા છે. જેથી ઘણા દિવસોથી ગામડાઓના રસ્તાઓ પણ બંધ થઈ ગયેલ હોય અને ખુબ જ વધારે માત્રામાં પાણી આવતા ખેડુતો દ્રારા કરવામાં આવેલ પિયત નાશ પામેલ છે અને ઘાસચારો પણ પલળી અને તણાઈ ગયેલ હોય જેથી ખેડુતોને ખુબ જ મોટુ આર્થિક નુકશાન થયેલ છે તેથી પોરબંદર તાલુકાના બરડા વિસ્તાર અને ઘેડ વિસ્તારના બધાં જ ગામડાઓનું તાત્કાલીક ધોરણે સર્વે કરી જયાં નુકશાન થયેલ છે તે સર્વે ખેડુતોને યોગ્ય વળતર મળી રહે અને ઘાસચારો તાત્કાલીક ધોરણે મળી રહે તે માટે કાર્યવાહી કરવા આપશ્રી સાહેબને નમ્ર વિનંતી છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.