જસદણ વીંછિયાને વિકાસ તરફ દોરવામાં કુંવરજીભાઈ બાવળિયાનો અથાગ પરિશ્રમ
વિંછીયા તેમજ જસદણને વિકસિત કરવા કુંવરજીભાઇ બાવળિયાએ અથાગ પરિશ્રમ કર્યા છે આર્થિક અને સામાજિક રીતે પછાત ગણાતા વિંછીયા પંથકનુ મેણુ ભાંગવા આ વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ જાણે બીડુ ઉપાડયુ હોય તેમ એકા એક સરકારી યોજના દ્વારા છેલ્લા ધણા વખતથી વિકાસની વણથંભી યાત્રા જસદણ વિંછીયા પંથકમા ચાલુ રાખી છે જેમાં તાજેતરમાં કુંવરજીભાઈ દ્વારા વિંછીયા તાલુકા પંચાયતની બાજુમાં રેવાણીયા રોડ ખાતે રૂ.૧.૨૭ કરોડનાં ખર્ચે બી.આર.સી.ભવનનું ખાતમુહૂર્ત, કંધેવાળીયા ગામે ૩.૫૦ કરોડનાં ખર્ચે નિર્માણ થયેલ સરકારી માધ્યમિક શાળાનું લોકાર્પણ,પાટીયાળી ગામે ૪.૧૯ કરોડનાં ખર્ચે સરકારી માધ્યમિક શાળાનું ખાત મુહૂર્ત તેમજ મોઢુકા ગામે ૧.૨૭ કરોડનાં ખર્ચે નિર્માણ થયેલ સરકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું ઉલ્લેખનીય છે કે કુંવરજીભાઈ બાવળીયા સાહેબનાં અથાગ પરિશ્રમથી જસદણ વિંછીયા તાલુકાના લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.