ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ ખાતે વિદ્યાર્થીઓએ ગુરૂપુર્ણિમા અવસરે કરી ગુરૂવંદના
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ ખાતે વિદ્યાર્થીઓએ ગુરૂપુર્ણિમા અવસરે કરી ગુરૂવંદના
જૂનાગઢ તા. ૨૨, ભક્તકવિ નરસિંહ મહેતા યુનિનાં લાઈફ સાયન્સ અને સમાજ શાસ્ત્ર વિભાગનાં વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂપુર્ણિમાં પર્વનું ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે લાઈફ સાયન્સ વિભાગનાં વડા પ્રો.(ડો.) સુહાસ વ્યાસ અને સામાજ શાસ્ત્ર વિભાગનાં વડા પ્રો. (ડો.) જયસિંહ ઝાલાએ યુનિ. ભવનમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને માર્ગદર્શિત કરતા ગુરૂ મહિમા અને ગુરૂ પરંપરા વિશે જણાવ્યુ હતુ કે ભારતિય સંસ્કૃતિમાં ભગવાન કરતાં ગુરૂનું મહત્વ અધિક છે. મનુષ્ય જીવનમાં જીનવમાં અજ્ઞાનતા તેમજ અંધકાર દૂર કરી સાચી દિશાનું જ્ઞાન આપી પ્રભુના માર્ગે વાળવાનું કામ ગૂરૂ કરે છે.
આપણા દેશની વિશેષતા એટલે ગુરુ-શિષ્ય પરંપરા. ગુરુ માનવ જીવનને અજ્ઞાનતા થી બહાર કાઢે છે. ઈતિહાસ શીખવી આપણને રાષ્ટ્રાભિમાન જાગૃત કરે છે, શિક્ષક આપણને આપણી માતૃભાષા શીખવે છે જેથી આપણામાનું અભિમાન જાગૃત થાય છે. સમાજશાસ્ત્ર શીખવીને જે સમાજમાં આપણે રહીએ છીએ એ સમાજનું ઋણ આપણા પર હોવાનું ભાન કરાવે છે. અર્થશાસ્ત્ર દ્વારા યોગ્ય માર્ગે ધન કેવી રીતે ઉપાર્જિત કરવું એ શીખવે છે. જૈવવિજ્ઞાન શિખવીને પ્રકૃતિ પર્યાવણરણ માનવીય ઉપયોગીતા બાબત શિખવે છે.આ પ્રસંગે પ્રો. પરાગ દેવાણી, પ્રો. રાજેશ રવીયા, પ્રો. રૂષીરાજ ઉપાધ્યાય, પ્રો. દુશ્યંત દુધાગરા, પ્રો. જતીન રાવલ, સંદિપ ગામિત, સહિત પ્રધ્યાપક ગણે ગુરૂવંદનાં અવસરે છાત્રોને સંબોધતા જણાવ્યુ હતુ કે, ગુરૂની ભૂમિકા ભારતમાં ફક્ત આધ્યાત્મ કે ધાર્મિકતા સુધી જ સીમિત નથી રહી, દેશ પર રાજનીતિક વિપદા આવતા ગુરૂએ દેશને યોગ્ય સલાહ આપીને મુશ્કેલીમાંથી ઉગાર્યુ છે. અર્થાત પ્રાચિન સમયથી ગુરૂએ શિષ્યનું દરેક ક્ષેત્રમાં વ્યાપક માર્ગદર્શન કર્યુ છે. તેથી ગુરૂનો મહિમા માતા-પિતાથી પણ ઉપર છે.એકલવ્યે ગુરુ દ્રોણાચાર્યને ગુરુ માન્યા હતા અને તેમની મૂર્તિ સામે મુકીને ધનુર્વિદ્યાના પાઠ શીખ્યો હતો.
ગુરુ પરત્વે કૃતજ્ઞતા વ્યક્ત કરવાનો દિવસ એ જ ગુરુપૂર્ણિમા. આધ્યાત્મિક ગુરુ વ્યક્તિને વાસ્તવિક ઓળખ કરાવી આપે છે.આ પ્રસંગે સમાજશાસ્ત્ર ભવન અને લાઈફ સાયન્સ ભવનનાં વિદ્યાર્થીઓ દ્વારા યોજાયેલ ગુરૂવંદના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ પોતાની સુશુપ્ત શક્તિઓને નિખાર આાપી દુહા-છંદ-કાવ્ય જેવી રચનાઓનું મુક્ત ગાન કર્યુ હતુ. ગુરૂજનોને નમન કરી મીઠાઇ વહેંચી પુષ્પાર્પણ કરી ધન્યતા અનુભવી હતી.ભક્તકવિ નરસિંહ મહેતા યુનિ.નાં કુલપતિ., પ્રો.(ડો.) ચેતન ત્રિવેદીએ યુનિ.નાં અનુસ્નાતક ભવનોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, યુનિ. સંલગ્ન કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થિઓને આશિર્વચન પાઠવતા જણાવ્યુ હતુ કે મહર્ષિ વેદ વ્યાસજીનાં અવતરણ પ્રસંગને આપણે ગુરૂપૂર્ણિમાં પર્વ તરીકે ઉજવી ગુરૂવંદના કરીએ છીએ ત્યારે યુનિ.નાં વિદ્યાર્થીઓ જીવનમાં સર્વક્ષેત્રોમાં ઉત્કર્ષ કરે અને સ્વ-વિકાસથી રાષ્ટ્ર વિકાસમાં યોગદાન આપે તેવુ શુભકામનાં
રિપોર્ટ અસ્વિન પટેલ
માહિતી બ્યુરો જૂનાગઢ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.