મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે સ્વાગત કરતા મહાનુભાવો - At This Time

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલનું જામનગર એરપોર્ટ ખાતે સ્વાગત કરતા મહાનુભાવો


રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ આજે તા.૨૩ જુલાઇના રોજ દ્વારકા જિલ્લામાં અતિવૃષ્ટિના પરિણામે અસરગ્રસ્ત થયેલા વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરવાના છે. ત્યારે જામનગર એરપોર્ટ ખાતે મહાનુભાવો દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યુ હતું. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીશ્રી સાથે ચીફ સેક્રેટરીશ્રી રાજકુમાર પણ ઉપસ્થિત રહ્યા હતા.

તેમના સ્વાગતમાં મેયર વિનોદભાઈ ખીમસુર્યા, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મયબેન ગરચર, ધારાસભ્યોશ્રી દિવ્યેશભાઈ અકબરી, શ્રીમતી રીવાબા જાડેજા, અગ્રણીશ્રી રમેશભાઇ મુંગરા, કલેક્ટર બી.કે.પંડ્યા, કમિશ્નરશ્રી ડી.એન. મોદી, જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલું, મહામંત્રી ઓ, અગ્રણીશ્રીઓ તેમજ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ વિજય બગડા જામજોધપુર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.