જિલ્લા વહીવટી તંત્ર ચાંદીપુરા વાયરસ સામે એક્સન મોડમાં - At This Time

જિલ્લા વહીવટી તંત્ર ચાંદીપુરા વાયરસ સામે એક્સન મોડમાં


જિલ્લા કલેકટરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ ચાંદીપુરા વાયરસનો ફેલાવો અટકાવવા આરોગ્ય વિભાગ સક્રિય

લુણાવાડા તાલુકાની મોરઇ ગામની એક બાળકને શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણ દેખાતા હોસ્પિટલ દાખલ કરાઇ.મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના મોરઈ ગામમાં એક બાળકને તબિયત ખરાબ થતાં તેના પિતાએ બાળકને હોસ્પિટલમાં બતાવા લઈ જતાં હોસ્પિટલ દ્વારા શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણ દેખાતા તેમણે બાળકને જનરલ હોસ્પિટલમાં દાખલ કરવા જણાવ્યું હતું પણ બાળકના પિતાએ બાળકને હોસ્પિટલમાં દાખલ કરાવ્યા વગર બાળકને ઘરે લઈ ગયા ત્યારબાદ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના અધિકારીને જાણ તથા તેમનો સ્ટાફ બાળકના પિતાના ઘરે સમજાવા ગયા પરંતુ તેઓ માન્યા નહીં અને ત્યારબાદ બાળકને તાંત્રિક પાસે વિધિ કરાવા લઈ ગયા અને તેમણે જણાવ્યું કે બાળકને હોસ્પિટલ લઈ જવાની જરૂર નથી.

આ સમગ્ર ઘટનાની જાણ જિલ્લા કલેકરશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીને થતાં તેમણા માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારીશ્રી આનંદ પાટિલ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી સી આર પટેલ, જિલ્લા બાળ સુરક્ષા અધિકારીશ્રી જીગ્નેશ પંચાલ અને પોલીસ ટીમ બાળકીના ઘરે પોહચી બાળકને જનરલ હોસ્પિટલમાં દાખલ કરી તેની સારવાર ચાલુ કરવામાં આવી.


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.