આજીડેમમાં ન્હાવા પડેલા સાત શખ્સોને પોલીસે સીધાં લોકઅપના દર્શન કરાવ્યાં
રાજકોટ શહેર પોલીસ એલર્ટ થઈ છે અને કોઈપણ ભોગે લોકોના જીવ બચાવવા અને અકસ્માતની ઘટના ઘટાડવા આગામી તા.31 ઓગષ્ટ સુધી શહેરની ભાગોળે આવેલ 17 જળાશયોમાં ન્હાવા જવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પોલીસ કમિશ્નરે બહાર પાડ્યું છે. ગઈકાલે આજીડેમમાં ન્હાવા પડેલા સાત શખ્સોને પોલીસે ગુનો નોંધી લોકઅપના દર્શન કરાવ્યાં હતાં.
આજીડેમ પોલીસ મથકના ઇન્ચાર્જ પીઆઈ એમ.એમ.સરવૈયાની રાહબરીમાં પીએસઆઈ એ.જે.પરમાર અને એચ.જે સોલંકી ટીમ સાથે શહેરની ભાગોળે આવેલ આજીડેમ વિસ્તારમાં ચેકીંગમાં હતાં ત્યારે આજીડેમના ઊંડા પાણીમાં જીવ જોખમમાં મૂકી પોલીસના જાહેરનામનો ભંગ કરી ન્હાવા પડેલા સાત શખ્સો સામે ગુનો દાખલ કરી તમામની અટકાયત કરી હતી.
પોતાનો જીવ જોખમમાં મૂકી આજીડેમમાં ન્હાવા પડનાર પ્રવિણ વિજય ચાવડા (ઉ.વ.40),(રહે.કોઠારીયા સોલ્વન્ટ હાઉસીંગ બોર્ડ કવાર્ટર, કલ્પેશ હેમંત બારૈયા (ઉ.વ.25)(રહે.માંડાડુંગર મહાકાળી મંદિર વાળી શેરી), ભાવેશ પ્રતાપ ચૌહાણ (ઉવ.25),(રહે.કોઠારીયા સોલ્વન્ટ હાઉસીંગ બોર્ડ કવાર્ટર), ધર્મેશ દલસુખ યાદવ (ઉવ.33),(રહે.કોઠારીયા સોલ્વન્ટ હાઉસીંગ બોર્ડ કવાર્ટર), વિજય દેવજી ચાવડા (ઉવ.30), (રહે.કોઠારીયા સોલ્વન્ટ હાઉસીંગ બોર્ડ કવાર્ટર) રાકેશ ટીડા વાધેલા (ઉવ.35),(રહે.પરમેશ્વર શેરી નં.02) અને મુકેશ કાંતી વાઘેલા (ઉવ.29),(રહે.શીતળા ધાર શેરી નં.03) ને પકડી પાડ્યા હતાં.
શહેરની ભાગોળે આવેલ 17 જળાશયોમાં તા.31 ઓગષ્ટ સુધી ન્હાવા જવા પર પ્રતિબંધ
જળાશયો અને તળાવના ઊંડા પાણીમાં ગરક થયાં બાદ મોતના બનાવો વધતાં પોલીસ કમિશ્નરે શહેરની ભાગોળે આવેલ 17 જળાશયોમાં તા.31 ઓગષ્ટ સુધી ન્હાવા જવા પર પ્રતિબંધ કરતું જાહેરનામું બહાર પાડ્યું છે.
ભયજનક જળાશયો / તળાવ, નહેર
આજી નદીનો કાંઠો નવયુગપરા ઘાંચીવાડ સ્મશાન થી કેસરી હિંદ પુલ સુધી
લાલપરી તળાવ, સંત કબીર ટેકરી પાસે
આજી નદીનો કાંઠો, ભગવતી પરા
આજી નદીનો કાંઠો, બેડીપરા
આજીડેમનો પૂર્વ બાજુનો કાંઠો, ભાવનગર હાઇ-વે રોડ સાઇડ
ખોખડદળ નદી, ખોખડદળ ગામ
રાંદરડા તળાવ, જુના માર્કેટીંગ યાર્ડ પાસે
જામનગર રોડ, ઇશ્વરીયા પાર્ક ખાતે આવેલ તળાવ
અટલ સરોવર, ન્યુ 150 ફુટ રીંગ રોડ
પરશુરામ મંદીર પાછળનું તળાવ, ન્યુ 150 ફુટ રીંગ રોડ
યુનિર્વસીટી કેમ્પસ, મેલડી માતાના મંદીરની સામેનું તળાવ
યુનિર્વસીટી ચાર રસ્તા, પ્રશીલ પાર્કની પાછળનું તળાવ
વેજાગામ પાસે આવેલ તળાવ
રૈયા ગામ તળાવ
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.