વેરાવળની પાણીગ્રસ્ત શાહિગરા કોલોનીની મુલાકાત લેતા કલેક્ટરશ્રી* ——— *ઘૂંટણસમા પાણીમાં ઉતરીને સ્થળ-સ્થિતિનો જાયજો લેતા કલેક્ટરશ્રી*
**વેરાવળની પાણીગ્રસ્ત શાહિગરા કોલોનીની મુલાકાત લેતા કલેક્ટરશ્રી*
---------
*ઘૂંટણસમા પાણીમાં ઉતરીને સ્થળ-સ્થિતિનો જાયજો લેતા કલેક્ટરશ્રી*
---------
*ભરાયેલા પાણીનો સત્વરે નિકાલ આવે તે માટે તંત્રવાહકોને દિશાનિર્દેશ*
----------
ગીર સોમનાથ, તા.૨૨: છેલ્લાં અઠવાડિયાથી વેરાવળ શહેરમાં પડી રહેલાં અનરાધાર વરસાદના કારણે વેરાવળનાં ઘણાંબધા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. ઉપરવાસમાં ભારે વરસાદના કારણે વેરાવળ નગરમાં એકસાથે વધુપડતું પાણી આવતાં ઘણાં વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાયાં હતાં. ખાસ કરીને, શાહિગરા કોલોની, વોર્ડ નંબર-૫ અને વોર્ડ નંબર-૬ તેમજ નિઝામ બેકરી સહિતના વિસ્તારોમાં દેવકા નદીનું પાણી મોટા પ્રમાણમાં ફરી વળતાં સમગ્ર વિસ્તારમાં પાણી ભરાયાં હતાં.
આજે વરસાદે થોડો વિરામ લેતાં કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાએ વેરાવળના પાણીગ્રસ્ત શાહિગરા કોલોની, વોર્ડ નંબર-૫ અને વોર્ડ નંબર-૬ની વિવિધ સોસાયટીઓ સહિત રેલવે ફાટકના આસપાસના વિસ્તારોમાં ઘૂંટણસમા ભરાયેલા પાણીમાં ઉતરીને વિવિધ સોસાયટીઓમાં પાણી ભરાવાની સમસ્યાના કારણો સ્થાનિક રહેવાસીઓ પાસેથી જાણ્યાં હતાં.
કલેક્ટરશ્રીએ આ વિસ્તારોમાં પ્રિ-મોન્સૂનની કામગીરીના ભાગરૂપે સમગ્ર વિસ્તારમાં રહેલી પાણીની ગટરની લાઈનોને સાફ કરાવી હતી. કેચપીટોની પણ સફાઈ કરાવી હતી. આ ઉપરાંત, દેવકા નદીમાં વ્યાપક પ્રમાણમાં ઝાડી-ઝાંખરાના કારણે દેવકા નદીનો દરિયામાં જતો પાણીનો પ્રવાહ ખૂલ્લો થાય તે માટે વ્યાપક સાફ-સફાઈ કરાવી હતી. જેના કારણે વેરાવળ શહેરમાં પ્રમાણમાં ઝડપથી પાણી ઉતરી ગયું હતું.
આ ભરાયેલા પાણીનો સત્વરે નિકાલ આવે તે માટે કલેક્ટરશ્રીએ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ચેતન ડુડિયા અને ઉપસ્થિત અધિકારીઓને વરસાદી પાણીના કુદરતી વહેણને નડતરરૂપ દબાણનો તાત્કાલિક સર્વે કરીને સાંજ સુધીમાં રિપોર્ટ કરવા તેમજ વરસાદી પાણીના કાયમી નિકાલ અને નક્કર આયોજન કરવા આગામી ૧૫ દિવસમાં સચોટ કાર્યવાહી હાથ ધરવા માટે કડક સૂચનાઓ આપી હતી.
કલેક્ટરશ્રીએ ઉપસ્થિત લોકો પાસેથી તેમને પાણી ભરાવાને કારણે પડતી સમસ્યાઓ જાણી તંત્ર દ્વારા તાકિદના ધોરણે પગલાં લઈ સમગ્ર વિસ્તારમાંથી ચોમાસાનું પાણી દૂર થાય તે માટે પગલાં લેવામાં આવશે. તેવી હૈયાધારણાં આપી હતી.
કલેક્ટરશ્રીએ વેરાવળ શહેરમાં પાણી ભરાવાના કારણે લોકોને કોઈપણ પ્રકારની સમસ્યા ન સર્જાય તે માટે પાણીના પ્રવાહમાં અવરોધરૂપ દબાણો દૂર કરવા અને આ માટે જરૂરી માપણી કરી હદસીમા નિર્ધારિત કરવા માટે જરૂરી સૂચનો ઉપસ્થિત અધિકારીઓને કર્યા હતાં.
તેમની આ મુલાકાત વખતે નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ, પ્રાંત અધિકારી શ્રી વિનોદ જોશી, નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી ચેતન ડુડિયા, વેરાવળ શહેર મામલતદાર શ્રી જેઠાભાઈ શામળા સહિતના અધિકારીઓ, કર્મચારીઓ અને સ્થાનિક રહેવાસીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
૦૦ ૦૦૦ ૦૦૦ ૦૦

આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.