મોજ ડેમ ઓવરફ્લો થતાં ૧૫ દરવાજા ૧.૫ મીટર ખોલાયા, હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના - At This Time

મોજ ડેમ ઓવરફ્લો થતાં ૧૫ દરવાજા ૧.૫ મીટર ખોલાયા, હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના


મોજ ડેમ ઓવરફ્લો થતાં ૧૫ દરવાજા ૧.૫ મીટર ખોલાયા, હેઠવાસના ગામોના લોકોને સાવચેત રહેવા સૂચના

રાજકોટ તા. ૨૨ જુલાઈ - નાયબ કાર્યપાલક ઈજનેરશ્રી, ગુણવત્તા નિયમન પેટા વિભાગ, રાજકોટ સિંચાઈ વર્તુળ તરફથી મળેલ સૂચના અનુસાર, ઉપલેટા તાલુકાના મોજીરા ગામ પાસે આવેલ સિંચાઈ યોજના નંબર - ૧૫૨ મોજ ડેમ તેની નિર્ધારિત સપાટી ૭૨.૫૪ મી. એ ભરાઈને ઓવરફ્લો થતાં ડેમનાં ૧૫ દરવાજા ૧.૫ મીટર ખોલવામાં આવ્યા છે. જેથી ડેમની હેઠવાસમાં આવેલા ઉપલેટા તાલુકાના મોજીરા, ગઢાળા, કેરાળા, ખાખીજાળિયા, નવાપરા, સેવંત્રા, ઉપલેટા અને વાડલા ગામના લોકોને નદીના પટમાં અવરજવર ન કરવા અને સાવચેત રહેવા ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મામલતદારશ્રીની યાદીમાં જણાવાયું છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.