ગુજરાત રાજ્યની પ્રાથમિક શિક્ષક સંઘની ચુંટણીમાં ચાલુ પ્રમુખ દિગ્વિજયસિંહ અને પૂર્વ મહામંત્રી સતિષ પટેલનો દબદબો યથાવત
ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ ની ચુંટણી ૨૧/૦૭/૨૪ ના રોજ યોજાયા બાદ રવિવારે બપોર બાદ મતગણતરી હાથ ધરવામાં આવી હતી જેમાં દિગ્વિજય સિંહ ની પેનલ નો વિજય થયો હતો.અને પ્રમુખપદ ના ઉમેદવાર દિગ્વિજય સિંહ નો (૧૨) મતે વિજય થયો. હતો..રવિવારે સવાર થી મતદાન થાય બાદ. બપોર પછી મતગણતરી હાથ ધરવામાં આવી હતી.તેમાં પ્રમુખપદ માટે (૪૭૨) મત પડ્યા હતા.તેમાં થી ચાલુ પ્રમુખ દિગ્વિજય સિંહ ને(૨૩૦) મત મળ્યા હતા ઉમેદવાર સંજયભાઈ દવે ને (૨૧૮) મત મળ્યા હતા. ખોડુભાઈ પઢિયાર ને (૧) મત મળ્યો હતો.જ્યારે ભરૂચ જિલ્લા ના (૧૩) મત અને ગીર સોમનાથ માં (૧૦) મત ને બંધ કવર માં રાખવામાં આવ્યા હતા.જે હાઇકોર્ટ ના ચુકાદા બાદ ખોલવામાં આવશે.હાલ ના પ્રમુખ દિગ્વિજય સિંહ ને (૧૨) મતે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.જ્યારે મહામંત્રી પદ ના ઉમેદવાર જૈમિન પટેલ ને પણ (૯) મતે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.હાલ ની વિજેતા પેનલ ના પૂર્વ મહામંત્રી સતિષભાઈ પટેલ ને આ ચૂંટણી માં ઉમેદવારી ના કરી શકે એ માટે અરવલ્લી જિલ્લાના અમુક શિક્ષકો દ્વારા ગણા વિરોધ માં કામ કરવામાં આવ્યું હતું.પણ પૂર્વ મહામંત્રી સતિષભાઈ પટેલે પોતાની ચાણક્યનીતિ અને આગવી સૂઝબુઝ થી અરવલ્લી જિલ્લા માં વિરોધ માં કામ કરતા અમુક શિક્ષકોના નાકામ મંસુબા ને તહેસ નહેશ કરી દિધો હતો.અને ફરી એકવાર પ્રમુખપદ ના ઉમેદવાર દિગ્વિજય સિંહ ને પ્રમુખ માટેની જીત માં મહત્વના સાબરકાંઠા અને અરવલ્લી ના મતો નું પૂર્વ મહામંત્રી સતિષભાઈ પટેલ દ્વારા મહત્વનું યોગદાન આપવામાં આવ્યું હતું અને ફરી એકવાર રાજ્ય ની શિક્ષક સંઘ ની ચુંટણી માં સતિષભાઈ પટેલ ચાણકય સાબિત થયા હતા.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.